(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.ર૩
ગુજરાતમાં કોરોના મહામારીનો ભરડો બરાબર ભીંસમાં લઈ રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી રાજ્યના કોરોનાના કેસો ફિક્સ ફોર્મેટમાં મૂકી બહાર પડાતા હોય તેમ ૩પ૦થી ૪૦૦ની વચ્ચે અને અમદાવાદના કેસો રરપથી ૩૦૦ની વચ્ચે રમત રમી રહ્યા છે. આજે પણ જાહેર કરાયેલા આંકડા મુજબ રાજ્યમાં છેલ્લા ર૪ કલાકમાં ૩૯૬ પોઝિટિવ કેસ નોંધાયા હતા જ્યારે મોત પણ ર૭ થયા છે, જ્યારે અમદાવાદમાં ર૭૭ દર્દીઓ પોઝિટિવ હોવાનું જાહેર કરાયું છે.
રાજ્યમાં ૩૯૬ પોઝિટિવ કેસો સાથે આજદિન સુધી નોંધાયેલા પોઝિટિવ કેસોની સંખ્યા ૧૩૬૬૯ નોંધાઈ છે, જ્યારે જિલ્લા વાઈઝ કેસો જોઈએ તો અમદાવાદમાં ર૭૭, વડોદરામાં ૩પ, સુરતમાં ર૯, ગાંધીનગરમાં ૯, જૂનાગઢમાં ૮, ગીરસોમનાથ ૬, અરવલ્લી પ, રાજકોટ અને મહેસાણામાં ૪-૪, આણંદ અને તાપીમાં ૩-૩, મહીસાગર, ખેડા, પાટણ, સુરેન્દ્રનગર અને અમરેલીમાં ર-ર તથા નવસારી, પોરબંદર અને મોરબીમાં ૧-૧ કેસ નોંધાયો છે.
રાજ્યમાં છેલ્લા ર૪ કલાકમાં ર૭નાં મોત નોંધાયા છે જેમાં અમદાવાદમાં ર૪ અને સુરતમાં ત્રણ દર્દીનો સમાવેશ થાય છે. આ સાથે રાજ્યમાં મોતનો કુલ આંક ૮ર૯ સુધી પહોંચી ગયો છે. રાજ્યમાં અત્યારસુધીના ૧૩૬૬૯ પોઝિટિવ દર્દી નોંધાયા છે. તેમાંથી ૮ર૯નાં મોત, ૬૧૬૯ને ડિસ્ચાર્જ કરાયા છે, જ્યારે ૭૩ વેન્ટીલેટર પર અને ૬પ૯૮ દર્દી સ્ટેબલ હાલતમાં છે.
આજે રાજ્યમાં વધુ ર૮૯ લોકોએ કોરોનાને મ્હાત આપતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા તેમાંથી અમદાવાદમાં ર૦૬, સુરતમાં ર૮, વડોદરામાં ૧પ, ગાંધીનગરમાં ૯, દેવભૂમિ દ્વારકામાં ૭, કચ્છમાં ૬, જામનગરમાં પ, મહેસાણા અને પાટણમાં ૩-૩, પંચમહાલ, ભાવનગરમાં ર-ર તથા ખેડા, અરવલ્લી અને પોરબંદરમાં ૧-૧ દર્દી સાજા થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

કોવિડ-૧૯ના રાજ્યમાં છેલ્લા ર૪ કલાકના કેસ

જિલ્લો કેસ
અમદાવાદ ૨૭૭
વડોદરા ૩૫
સુરત ૨૯
ગાંધીનગર ૦૯
જૂનાગઢ ૦૮
ગીર-સોમનાથ ૦૬
અરવલ્લી ૦૫
રાજકોટ ૦૪
મહેસાણા ૦૪
તાપી ૦૩
જિલ્લો કેસ
આણંદ ૦૩
મહિસાગર ૦૨
ખેડા ૦૨
સુરેન્દ્રનગર ૦૨
પાટણ ૦૨
અમરેલી ૦૨
નવસારી ૦૧
પોરબંદર ૦૧
મોરબી ૦૧
કુલ ૩૯૬

રાજ્યમાં આજદિન સુધી કોરોના પોઝિટિવના નોંધાયેલા કેસ, મૃત્યુ, ડિસ્ચાર્જ

જિલ્લો કેસ મૃત્યુ ડિસ્ચાર્જ
અમદાવાદ ૧૦૦૦૧ ૬૬૯ ૩૮૬૪ સુરત ૧૨૮૫ ૬૦ ૮૭૮ વડોદરા ૮૦૬ ૩૫ ૪૯૦ ગાંધીનગર ૨૧૦ ૧૦ ૧૧૩ ભાવનગર ૧૧૪ ૦૮ ૮૮ બનાસકાંઠા ૯૯ ૦૪ ૭૮ આણંદ ૯૦ ૦૯ ૭૫ રાજકોટ ૮૭ ૦૨ ૫૫ અરવલ્લી ૯૮ ૦૩ ૭૭ મહેસાણા ૯૯ ૦૪ ૫૪ પંચમહાલ ૭૨ ૦૬ ૬૧ બોટાદ ૫૬ ૦૧ ૫૪ મહિસાગર ૭૯ ૦૧ ૪૦ ખેડા ૫૯ ૦૩ ૨૯ પાટણ ૭૧ ૦૪ ૨૯ જામનગર ૪૬ ૦૨ ૩૧ ભરૂચ ૩૭ ૦૩ ૨૮ સાબરકાંઠા ૬૩ ૦૩ ૨૦ ગીર-સોમનાથ ૪૪ ૦૦ ૦૩ દાહોદ ૩૨ ૦૦ ૧૮ છોટા-ઉદેપુર ૨૨ ૦૦ ૧૭ કચ્છ ૬૪ ૦૧ ૧૨ નર્મદા ૧૫ ૦૦ ૧૩ દેવભૂમિદ્વારકા ૧૨ ૦૦ ૧૧ વલસાડ ૧૮ ૦૧ ૦૪ નવસારી ૧૫ ૦૦ ૦૮ જૂનાગઢ ૨૬ ૦૦ ૦૪ પોરબંદર ૦૬ ૦૦ ૦૪ સુરેન્દ્રનગર ૨૩ ૦૦ ૦૩ મોરબી ૦૩ ૦૦ ૦૨ તાપી ૦૬ ૦૦ ૦૨ ડાંગ ૦૨ ૦૦ ૦૨ અમરેલી ૦૪ ૦૦ ૦૦ અન્ય રાજ્ય ૦૫ ૦૦ ૦૦ કુલ ૧૩૬૬૯ ૮૨૯ ૬૧૬૯