અમદાવાદ,તા.૩૦
આજે સતત ૧૩ મા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો નોંધાયો છે. ક્રુડ ઓઈલના ભાવમાં થતા સતત ઘટાડાના કારણે પેટ્રોલ પર ૨૦ પૈસા અને ડીઝલ પર સાત પૈસાનો ઘટાડો થયો છે.
અમદાવાદના પેટ્રોલ-ડીઝલના ભાવ પર નજર કરીએ તો પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર ૭૬,૬૦ રૂપિયા અને ડીઝલ ૭૭.૦૬ રૂપિયા વેચાઈ રહ્યુ છે. સુરતમાં પેટ્રોલ પ્રતિલીટર ૭૬.૮૦ પૈસા અને ડીઝલ૭૭.૧૨ પૈસા ભાવ નોંધાયો છે.
જ્યારે પાટણમાં પેટ્રોલ પર ૨૦ પૈસા અને ડીઝલ પર ૦૭ પૈસા ઘટાડો જોવા મળી રહ્યો છે. પેટ્રોલ પ્રતિલીટર ૭૬.૭૧ અને ડીઝલ ૭૭.૨૨ પૈસાના ભાવે વેચાઈ રહ્યું છે.