(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.૧૯
વિશ્વભરમાં અને ભારતમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસે હજી સુધી ગુજરાતમાં પ્રવેશ કર્યો ન હતો આજરોજ સુરત અને રાજકોટમાં કોરોનાનો એક એક પોઝિટિવ કેસ નોંધાયો હોવાની રાજયના આરોગ્ય વિભાગે ટવીટ કરી માહિતી આપતા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. રાજકોટમાં જંગલેશ્વર વિસ્તારમાં રહેતા અને હાલમાં જ ઉમરાહ કરી પરત આવેલા ૪૩ વર્ષના પુરૂષને રાજકોટ આવ્યા બાદ શરદી, તાવ સહિતની સમસ્યા ઉભી થતા તેને મંગળવારે સાંજે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. કોરોનાની શંકાએ યુવાનના લોહી અને કફના નમુના લઈ જામનગર લેબોરેટરી મોકલાયા હતા. જયાં નિદાન સ્પષ્ટ થતું ન હોવાથી તેના નમુના પુનાની લેબોરેટરી ખાતે મોકલી દેવાયા હતા. રાજકોટમાં હાલ ૭૬ જેટલા કોરોનાના શંકાસ્પદ કેસ હોવાથી આરોગ્ય વિભાગે તમામને નિરીક્ષણ હેઠળ રાખ્યા છે. એ જ રીતે સુરતમાં લંડનથી આવેલી યુવતી ૧૪ માર્ચના રોજ વિમાન દ્વારા આવી હતી. જેને પણ કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જયાં તેના લોહી અને કફના નમુના લઈ તપાસાર્થે મોકલવામાં આવતા શંકાસ્પદ જણાયા હતા. જયારે વધુ તપાસ બાદ કોરોનાના લક્ષણો જણાયા હતા. આ બંને યુવાન અને યુવતીમાં કોરોના પોઝિટિવ પુરવાર થયા બાદ બંનેના પરિવારજનોના અને તેના સંપર્કમાં આવેલા લોકોને કવોરેન્ટાઈનમાં રમાયા છે. દરમ્યાન રાજયના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે ટવીટ કરી રાજકોટ અને સુરતમાં કોરોનાના બે પોઝિટિવ કેસો હોવાની માહિતી આપી હતી સાથે સાથે ઉમેર્યું હતું કે અમારી ટીમ જરૂરી તમામ પગલાં લઈ રહી છે. તેમજ તેમના સંપર્કમાં આવનાર તમામ લોકોને કવોરેન્ટાઈનમાં રખાયા છે.

જાહેર જનતાને અફવાઓથી ન ભરમાવવા અપીલ

• આમ નાગરિકોને કોઈપણ જાતના આધાર વગરના સમાચાર પર કોઈપણ જાતના પુરાવા વગર વિશ્વાસ કરવો નહીં. સૌપ્રથમ સમાચારની વિગતોને આધારભૂત પરિબળો સાથે કે સરકારી વેબસાઈટ ઉપર ચકાસી લેવી.
• સોશિયલ મીડિયા પર વાયરલ થતા વિવિધ મેસેજ, વીડિયો વગેરે આધારભૂત ન જણાય તો તેને અન્ય વ્યક્તિઓને ફોરવર્ડ ન કરીને જવાબદાર નાગરિકની ફરજો બજાવશો.
• માસ્ક પહેરવાથી આ રોગ સામે સંપૂર્ણપણે રક્ષણ મળે છે, એ વાત ભ્રામક છે આથી તમામ નાગરિકોએ માસ્ક પહેરવો જરૂરી નથી. જે વ્યક્તિઓને રોગના લક્ષણો હોય કે જે વ્યક્તિઓ ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા હોય તેવી વ્યક્તિઓએ જ માસ્ક પહેરવો જોઈએ.
• રોગ અંગે કોઈપણ પ્રકારની માહિતી મેળવવા માટે હેલ્પલાઈન નંબર ૧૦૪ તેમજ ટ્‌વીટર હેન્ડલ જ્રય્ેદ્ઘૐહ્લઉડ્ઢીં ઉપર સંપર્ક કરવો.