અમદાવાદ,તા.૧
કોરોનાના કહેર વચ્ચે સમગ્ર દેશભરમાં તા.૩જી મેથી લોકડાઉનનો બીજો તબક્કો પૂર્ણ થઇ રહ્યો છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા આજે કોરોનાની સ્થિતિને લઇ દેશના જુદા જુદા રાજયોના વિવિધ જિલ્લાઓને રેડ ઝોન, ઓરેન્જ ઝોન અને ગ્રીન ઝોનમાં મૂકી તે અંગેની મહત્વની યાદી જાહેર કરી હતી. જેમાં એવી ચોંકાવનારી અને ચિંતાજનક વાત સામે આવી હતી કે, ગુજરાત રાજયમાં અમદાવાદ, સુરત, વડોદરા, અરવલ્લી, આણંદ, પંચમહાલ, ગાંધીનગર, બનાસકાંઠા અને ભાવનગર જિલ્લાને રેડ ઝોનમાં મૂકવામાં આવ્યા છે, જેને લઇ રાજયભરમાં ભારે ખળભળાટ મચી ગયો છે. કારણ કે, રાજયના આ નવ જિલ્લાઓ કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત છે અને તેમાંય સૌથી વધુ કોરોનાગ્રસ્ત અમદાવાદ શહેર છે. આમ, આ તમામ નવ જિલ્લાઓ રોડ ઝોનમાં સમાવેશ પામ્યા હોઇ હવે આ જિલ્લાઓમાં તા.૩જી મે પછી પણ લોકડાઉનમાં છૂટછાટ મળવાની શકયતા નહીવત્ છે. આ રેડ ઝોન જિલ્લાઓમાં માત્ર જીવનજરૂરી અને આવશ્યક ચીજવસ્તુઓની મંજૂરી આપવામાં આવશે અને બાકીનો પ્રતિબંધ યથાવત્ રહે તેવી પૂરી સંભાવના છે. ગુજરાત સહિત દેશભરમાં કોરોનાની પરિસ્થિતિને લઇ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં તમામ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે આ સંદર્ભે ચર્ચા કરી હતી. તેમજ કોવિડ ૧૯ની ટીમ અને કેન્દ્રની આરોગ્ય ટીમ દ્વારા દરેક રાજ્યના આરોગ્યમંત્રી અને આરોગ્ય સચિવ સાથે વીડિયો કોન્ફરન્સ કરીને રાજ્યમાં કોરોનાની સ્થિતિ અંગે તાગ મેળવ્યો હતો. જેના આધારે દેશના કોરોનાગ્રસ્ત જિલ્લાઓને રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં વહેંચવામાં આવ્યા છે. કેન્દ્ર સરકાર પણ લોકડાઉન બાદ ઝોન આધારે જિલ્લાઓમાં છૂટછાટ અને કડક અમલ કરાવી શકે છે. કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી એડ્વાઇઝરી પ્રમાણે, ગુજરાતના ૯ જિલ્લા રેડ ઝોનમાં, ૧૯ જિલ્લા ઓરેન્જ ઝોનમાં અને ૫ જિલ્લા ગ્રીન ઝોનમાં મૂકવામાં આવ્યા છે. રાજયમાં અમદાવાદ, સુરત, વડોદરા, અરવલ્લી, આણંદ, પંચમહાલ, ગાંધીનગર, બનાસકાંઠા અને ભાવનગર જિલ્લાને રેડ ઝોનમાં મૂકવામાં આવ્યા છે. રેડ ઝોનમાં લોકડાઉનનો કડક અમલ કરાવવામાં આવશે, જ્યારે રાજકોટ, પાટણ અને મહેસાણા સહિતના ૧૯ જિલ્લા ઓરેન્જ ઝોનમાં સમાવેશ પામ્યા છે તો., મોરબી, અમરેલી, પોબરબંદર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા ગ્રીન
કયો જિલ્લો કયા ઝોનમાં ?
જિલ્લા ઝોન
અમદાવાદ રેડ
સુરત રેડ
વડોદરા રેડ
આણંદ રેડ
બનાસકાંઠા રેડ
પંચમહાલ રેડ
ભાવનગર રેડ
ગાંધીનગર રેડ
અરવલ્લી રેડ
રાજકોટ ઓરેન્જ
ભરૂચ ઓરેન્જ
બોટાદ ઓરેન્જ
નર્મદા ઓરેન્જ
છોટાઉદેપુર ઓરેન્જ
મહિસાગર ઓરેન્જ
મહેસાણા ઓરેન્જ
પાટણ ઓરેન્જ
ખેડા ઓરેન્જ
વલસાડ ઓરેન્જ
દાહોદ ઓરેન્જ
કચ્છ ઓરેન્જ
નવસારી ઓરેન્જ
ગીર-સોમનાથ ઓરેન્જ
ડાંગ ઓરેન્જ
સાબરકાંઠા ઓરેન્જ
તાપી ઓરેન્જ
જામનગર ઓરેન્જ
સુરેન્દ્રનગર ઓરેન્જ
મોરબી ગ્રીન
અમરેલી ગ્રીન
પોબરબંદર ગ્રીન
જૂનાગઢ ગ્રીન
દેવભૂમિ દ્વારકા ગ્રીન
Recent Comments