• કોરોનાના કુલ કેસનો આંકડો ર,૩૩,ર૬૩એ પહોંચ્યો • વધુ ૧૧પપ દર્દીએ કોરોનાને મ્હાત આપી, કુલ ર,૧૬,૬૮૩ દર્દી અત્યાર સુધી સાજા થયા

અમદાવાદ, તા.૧૮
રાજ્યમાં દિવાળી બાદ કોરોનાના નવા કેસોનો રાફડો ફાટ્યો હતો. જેના લીધે દરરોજ ૧પ૦૦થી વધુ નવા કેસ નોંધાતા હતા. જો કે, હવે કોરોનાના કેસો ધીમી રાહે ઘટી રહ્યા છે. ત્યારે શુક્રવારે કોરોનાના ૧૦૭પ નવા કેસ સામે ૧૧પપ દર્દીઓ સાજા થયાની વિગતો બહાર આવી છે. જો કે, રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર ૯ર.૮૯ ટકાએ પહોંચ્યો છે. વિગતવાર વાત કરીએ તો ગુજરાતમાં કોરોના મહામારીની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચ્યા બાદહવે કોરોના વાયરસ ના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ગત કેટલાક દિવસોથી ઘટાડો થઇ રહ્યો છે જે એક સારી વાત છે. આજે કોરોનાનાં ચેપના ફેલાવાના ગ્રાફમાં ૧૦૭૫ પોઝિટિવ કેસ આવ્યા છે . ગુજરાતમાં કોવિડ-૧૯ના કુલ કેસોની સંખ્યા વધીને ૨,૩૩,૨૬૩એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ ૯ દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને ૪૨૨૦એ પહોંચ્યો છે. જ્યારે ૧૧૫૫ લોકોએ છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. ત્યાં જ આજે રાજ્યમાં ૫૪,૭૫૭ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. કોરોનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં અમદાવાદ કોર્પોરેશન ૨૨૧, સુરત કોર્પોરેશન ૧૩૯, વડોદરા કોર્પોરેશન ૧૦૮, રાજકોટ કોર્પોરેશન ૮૬, વડોદરા ૪૧, રાજકોટ ૩૬, સુરત ૩૪, મહેસાણા ૩૩, સાબરકાંઠા ૩૩, ગાંધીનગર ૨૮, કચ્છ ૨૫, પંચમહાલ ૨૫, બનાસકાંઠા ૨૩, દાહોદ ૨૩, ગાંધીનગર કોર્પોરેશન ૧૭, ખેડા ૧૭, સુરેન્દ્રનગર ૧૭, અમરેલી ૧૪, જામનગર કોર્પોરેશન ૧૪, ભાવનગર કોર્પોરેશન ૧૩, ભરૂચ ૧૨, નર્મદા ૧૨, અમદાવાદ ૧૧, જુનાગઢ કોર્પોરેશન ૧૧, આણંદ ૧૦, મહીસાગર ૯, મોરબી ૯, જુનાગઢ ૮, જામનગર ૭, પાટણ ૭, અરવલ્લી ૬, બોટાદ ૬, દેવભૂમિ દ્વારકા ૬, ગીર સોમનાથ ૬, ભાવનગર ૪, નવસારી ૨, છોટા ઉદેપુર ૧, પોરબાંદર ૧, ડાંગ કેસ સામે આવ્યા છે. કોરોનાની વૈશ્વિક મહામારી દરમિયાન દિવાળી પછી રાજ્યમાં કોરોનાને કારણે મૃત્યુ વધ્યા હતા પરંતુ હવે તેમા સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. આરોગ્ય વિભાગે વિતેલા ૨૪ કલાકમાં સારવાર હેઠળના ૯ દર્દીઓના મોત થયાનું સ્વિકાર્યુ છે. જેમા સૌથી વધુ અમદાવાદ કોર્પોરેશનમાં ૪ લોકોને કોરોના ભરખી ગયો છે ત્યાં જ સુરત કોર્પોરેશન ૩, રાજકોટ કોર્પોરેશન ૧ અને વડોદરા ૧ વ્યક્તિએ દમ તોડયો હતો. ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને ૪૨૨૦એ પહોંચ્યો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ ૨,૧૬,૬૮૩ નાગરીકો સાજા થઈ ગયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ ૧૨,૩૬૦ સારવાર હેઠળના દર્દીઓ પૈકી ૬૪ વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને ૧૨,૨૯૬ સ્ટેબલ છે. ઉપરાંત પ,૧૩,૭૬૯ લોકોને ક્વોરન્ટાઈન હેઠળ રાખવામાં આવ્યા છે.