• અમદાવાદ શહેર અને જિલ્લામાં કુલ ૩૩૬ નવા કેસ સાથે નવ દર્દીનાં મોત • રાત્રી કરફયુ છતાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં સૌથી વધુ નવા કેસ નોંધાયા

અમદાવાદ,તા.૩
ગુજરાતમાં કોરોનાના કેસો ઘટવાનું નામ લેતા નથી. ગુરૂવારે ફરી ૧પ૪૦ નવા કેસ સાથે ૧૩ દર્દીઓ મોતને ભેટયા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. ત્યારે ગુજરાતમાં કોરોનાના કુલ કેસનો આંકડો ર.૧૪ લાખને પાર થઈ ગયો છે. વિગતવાર વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાનાં વધુ ૧૫૪૦ નવા કેસો નોંધાયા છે. અને ૧૩ દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અને ૧૪૨૭ દર્દીઓએ કોરોનાને માત આપી હતી. ગત રોજ રાજ્યમાં કોરોનાનાં ૧૫૧૨ કેસો નોંધાયા હતા અને ૧૪ દર્દીઓનાં મોત નિપજ્યા હતા. આમ રાજ્યમાં કોરોનાનો કુલ આંક ૨ લાખ ૧૪ હજાર ૩૦૯ પર પહોંચ્યો છે. રાજ્યમાં જિલ્લાવાર કોરોનાનાં આંકડા પર નજર કરીએ તો, અમદાવાદમાં ૩૩૬ કેસ-૯નાં મોત, સુરતમાં ૨૪૬ કેસ-૨નાં મોત, રાજકોટમાં ૧૪૧-૧ મોત અને વડોદરામાં ૧૮૪ કેસ-૧ મોત, જામનગરમાં ૪૨ અને ગાંધીનગરમાં ૭૨ કેસ, ભાવનગરમાં ૨૦ અને જૂનાગઢમાં ૨૩ કેસ,મહેસાણામાં ૬૯, પાટણમાં ૪૨, ખેડામાં ૩૯ કેસ, બનાસકાંઠામાં ૩૬, કચ્છમાં ૩૦, મોરબીમાં ૨૯ કેસ, અમરેલીમાં ૨૭, દાહોદમાં ૨૪, ભરૂચમાં ૨૩ કેસ, પંચમહાલમાં ૨૩ અને સાબરકાંઠામાં ૨૨ કેસ, આણંદમાં ૨૦, નર્મદામાં ૧૭, મહિસાગરમાં ૧૬ કેસ, સુરેન્દ્રનગરમાં ૧૫ અને અરવલ્લીમાં ૯ કેસ, ગીર સોમનાથમાં ૯ અને નવસારીમાં ૬ કેસ, વલસાડમાં ૬, બોટાદ – દ્વારકામાં ૪ – ૪ કેસ, પોરબંદરમાં ૩, છોટા ઉદેપુરમાં ૨, તાપીમાં ૧ કેસ નોંધાયો હતો. ગુજરાતમાં અત્યાર સુધીમાં ૪૦૩૧ દર્દીનાં મોત થયા છે. જ્યારે અત્યાર સુધીમાં ૧, ૯૫,૩૬૫ દર્દી સાજા થયા છે. રાજ્યમાં હાલ કુલ એક્ટિવ કેસોની સંખ્યા ૧૪,૯૧૩ પર પહોંચી છે. જેમાં ૯૬ દર્દીઓ વેન્ટિલેટર પર છે. અને ૧૪,૮૧૭ દર્દીઓની હાલત સ્થિર છે. રાજયમાં હાલ પ,૩૩,પ૪૮ લોકોને કવોરેન્ટાઈન હેઠળ રાખવામાં આવ્યા છે. કોરોનાનું સંક્રમણ વધતા ટેસ્ટીંગ વધારાયા છે. જેમાં છેલ્લા ર૪ કલાકમાં ૬૯૭૩પ ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજયમાં અત્યાર સુધી કુલ ૮૦,૩૩,૩૮૮ ટેસ્ટ કરાયા છે.