ભાવનગર, તા.ર૦
અફઘાન બોર્ડરથી ગુજરાત રાજ્યમાં ચાર આતંકીઓ ઘૂસ્યા હોવાના ગુપ્તચર વિભાગને મળેલી બાતમીના આધારે ભાવનગર જિલ્લા પોલીસ તંત્રને એલર્ટ કરાતા પોલીસ તંત્ર દ્વારા ભાવનગર શહેરના એસ.ટી. સ્ટેન્ડ, રેલવે સ્ટેન્ડ, એરપોર્ટ, ઉપરાંત ભાવનગર શહેરના જુદા-જુદા મોલ અને મુખ્ય વિસ્તારોના જાહેર રસ્તા ઉપર ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત ભાવનગર જિલ્લા દરિયાઈ પટ્ટીમાં પણ પેટ્રોલિંગ કાર્યવાહી સઘન બનાવવામાં આવી હતી.
ગુજરાતમાં ચાર આતંકીઓ ઘૂસ્યા હોવાના અહેવાલને પગલે ભાવનગર જિલ્લો એલર્ટ

Recent Comments