અમદાવાદ, તા.૯
ગુજરાતમાં કોરોનાના દર્દીઓને આપવામાં આવતા ઈન્જેકશનના કાળાબજાર થા હોવાનો પર્દાફાશ થયો હોવા છતાં કેન્દ્ર અને ગુજરાતની ભાજપ સરકાર આંખ આડા કાન કરી રહી છે. પરિણામે માત્ર દવા કે ઈન્જેકશન જ નહીં માસ્ક, સેનિટાઈઝરના વેચાણમાં પણ કાળા બજારિયા અને સંગ્રખોરો બેફામ બન્યા હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે.
કોવિડ-૧૯ની સારવાર માટે ઉપયોગમાં લેવાની દવા રેમડેસિવર રૂા.૫૪૦૦ની એક શીશી બ્લેક માર્કેટમાં રૂા.૧૬૦૦૦ સુધીમાં વેચાઈ રહી હોવાની મોટા પાયે કાળાબજારની ફરિયાદો ડ્રગ કન્ટોલર જનરલ ઓફ ઈન્ડિયા (ડ્ઢઝ્રય્ૈં)ને મળી હોવા છતાં કેન્દ્ર અને ગુજરાતની ભાજપ સરકાર આંખ આડા કાન કરી રહી છે જેના લીધે કોરાના મહામારીમાં માસ્ક, સેનેટાઈઝર, દવા, ઈન્જેક્શન સહિતમાં કાળાબજારીયા, સંગ્રહખોરો બેફામ બન્યા હોવાનો આક્ષેપ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ટોસીલીઝુમેબ ઈન્જેક્શન જેની કિંમત રૂા. ૪૦,૦૦૦ છે જે લાઈફ સેવિંગમાં જરૂરી છે તેવા સમયે તેના ૧ લાખ રૂપિયા સુધી એટલે કે ૨૫૦ ટકા સુધી વધુ વસૂલાઈ રહ્યા છે. એમ.આર.પી. કરતા વધારે કિંમતે વેચાણ થતું હોવા છતાં કેન્દ્ર અને ભાજપ સરકાર કેમ મૌન છે ? કાળાબજારીયા, સંગ્રહખોરો અને લૂંટતંત્ર ચલાવતા લોકો સામે રોક લગાવવા સરકારે દવા, ઈન્જેક્શનની કિંમતની માહિતી જનતા સુધી પહોંચાડવા અને ફરિયાદ માટે હેલ્પલાઈન ઊભી કરવી જોઈએ. કોરોના મહામારીમાં ખાનગી હોસ્પિટલો પણ મનમાની કરીને બેફામ ભાવ વસૂલે ત્યારે કોરોના મહામારી વચ્ચે માનવતા મરી પરવારી હોય તેમ દેખાઈ રહ્યું છે. સુરતમાં ટોસીલીઝુમેબ ઈન્જેક્શનની કાળાબજારીનો પર્દાફાશ થયો છે. જાણકારી મુજબ રાજ્ય સરકારે ૨૦,૦૦૦ ટોસીલીઝુમેબ ઈન્જેક્શન ૪૦ હજારના ભાવે કુલ ૯૦ કરોડ રૂપિયાની ખરીદી કરી હોય તો પછી આ ઈન્જેક્શન સામાન્ય અને મધ્યમવર્ગના દર્દીઓને કેમ ઉપલબ્ધ થતા નથી ? રાજ્ય કક્ષાના આરોગ્ય મંત્રી સુરતના ગરીબ દર્દી સાથેથી વાતચીતમાં હું પણ ઈન્જેક્શન શોધું છું તેમ જણાવે ત્યારે તેમની વાતચીત પરથી રાજ્ય સરકાર કેટલી ગંભીર છે તે દેખાઈ આવે છે. સરકારના આશીર્વાદથી માસ્કના રૂા.૫૦ની કિંમતની સામે રૂા.૨૦૦થી ૨૫૦ની વસૂલાત, સરકાર દ્વારા ઊંચા ભાવે ખરીદીમાં પણ હલકી ગુણવત્તાના માસ્ક અને સેનેટાઈઝર સહિત અનેક તબીબી સાધનો ૪૦૦થી ૫૦૦ ટકાના ઊંચા ભાવે ખરીદી દર્શાવે છે કે, ભાજપ સરકારે કોરોના આફતને પણ અવસરમાં ફેરવી દીધી છે.
કેન્દ્ર સરકાર ઈચ્છે તો નેશનલ ફાર્માસ્યુટીકલ પ્રાઈસીંગ ઓર્થોરીટી (દ્ગઁઁછ) દ્વારા ડ્ઢઁર્ઝ્રં-૨૦૧૩ના પેરેગ્રાફ-૧૯નો અમલ કરીને દવા-ઈન્જેક્શનની કિંમત ફિક્સ કરવી જોઈએ. વર્તમાન સ્થિતિમાં આ પગલુ કોરોના મહામારીમાં જનતાને રાહત થશે.