અમદાવાદ,તા. ૨૩
છેલ્લા એક દશકના ગાળામાં ગુજરાતમાં આરોગ્ય બજેટને લઇને પુરતું ધ્યાન આપવામાં આવી રહ્યું હોવા છતાં આરોગ્ય બજેટ હજુ પણ જરૂરિયાત કરતા ઓછું રહ્યું હોવાના અહેવાલ મળી રહ્યા છે. રોગોને કાબૂમાં લેવા માટે વધુ ફંડની જરૂરિયાત દેખાઈ રહી છે. ગુજરાતમાં જુદા જુદા રોગના કેસો નોંધાઈ રહ્યા છે. છેલ્લા એક દશકના ગાળામાં ગુજરાતમાં આરોગ્ય સેક્ટર તરફ જે ધ્યાન અપાયું છે તેના કરતા વધારે ધ્યાન આપવાની જરૂર છે. વર્ષ ૨૦૧૮-૧૯ માટેના બજેટમાં જે ફાળવણી કરવામાં આવી છે તેના કરતા વધારે ફાળવણીની જરૂર છે. ૧૧.૭૮ ટકા વધુ ફાળવણી આ વખતે કરવામાં આવી છે. કરોડો રૂપિયાનું રોકાણ આરોગ્ય સેક્ટરને મજબૂત કરવા માટે કરવામાં આવ્યું છે પરંતુ ગુજરાતમાં છેલ્લા દશકમાં ટાઇફોઇડના કેસોમાં ૫૫૭ ટકાનો વધારો થયો છે. જ્યારે શ્વાસોશ્વાસ સાથે સંબંધિત રોગના કેસમાં ૧૨૧ ટકાનો વધારો થયો છે. આવી જ રીતે ઝાડા ઉલ્ટીના કેસોમાં ૬૮ ટકાનો વધારો થયો છે. હાલમાં જ રિસર્ચ કંપની પીઆરએસ દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં આ મુજબની વાત સપાટી પર આવી છે. ૨૦૦૭-૨૦૧૭ના રિપોર્ટને ધ્યાનમાં લેવામાં આવે તો ચિત્ર સ્પષ્ટ થાય છે. નેશનલ હેલ્થ પ્રોફાઇલમાં આંકડા સરખાવવામાં આવે તો ગુજરાતમાં ઉલ્લેખનીય વધારો રોગચાળામાં જોવા મળે છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, તાવ, ઝાડા ઉલ્ટી, શ્વાસની તકલીફ, ઇન્ફેક્શન સહિતના કેસોમાં વધારો થયો છે. ઉત્તર પ્રદેશમાં છેલ્લા દશકમાં ટાઇફોઇડના કેસોમાં સૌથી વધુ આંકડા ઉત્તર પ્રદેશમાં નોંધાયા છે. અહીં ૧૦૫૭ ટકાનો વધારો થયો છે. ત્યારબાદ ઝારખંડમાં ૭૪૦ ટકાનો વધારો થયો છે. હરિયાણામાં ૫૦૦ ટકાનો વધારો થયો છે. મધ્યપ્રદેશમાં ટાઇફોઇડના કેસોમાં ૩૪૮ ટકાનો વધારો થયો છે. આવી જ સ્થિતિ અન્ય રોગોમાં પણ જોવા મળે છે. ગુજરાતમાં આંકડા ચોક્કસપણે ચોંકાવનારા છે. કારણ કે વારંવાર આંકડા જારી થતાં રહ્યા છે.