ગાંધીનગર, તા.૧
ગુજરાતમાં ર૦૧૩થી ર૦૧૭ દરમિયાન દલિતોની વિરૂદ્ધ ૩ર ટકા અને અનુસૂચિત જનજાતિઓ (એસટી)ની વિરૂદ્ધ અપરાધમાં પપ ટકાનો વધારો થયો છે. આ ખુલાસો વિધાનસભા સત્ર દરમિયાન થયો. આ સંબંધમાં કોંગ્રેસ ધારાસભ્યએ ર સપ્ટેમ્બર, ર૦૧૮માં પ્રશ્ન પૂછયો હતો. જેના જવાબમાં ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઈશ્વર પરમારે આ રિપોર્ટ રજૂ કર્યો. તેમણે જણાવ્યું કે, ર૦૧૩થી ર૦૧૭ સુધી એસસી અને એસટી એક્ટ હેઠળ કુલ ૩૧૮૫ કેસ દાખલ કરવામાં આવ્યા છે. આ તમામ મામલાઓમાં દલિત પીડિત હતા. રિપોર્ટ મુજબ, ર૦૧૩માં દલિત સતામણીના ૧૧૪૭ કેસ દાખલ થયા હતા, ત્યાં ર૦૧૭માં દલિત સતામણીથી સંબંધિત ૧૫૧૫ કેસ દાખલ કરવામાં આવ્યા છે, ત્યાં વર્ષ ર૦૧૮માં માર્ચ સુધી દલિત સતામણીના ૪૧૪ કેસ સામે આવ્યા છે. તેમાંથી સૌથી વધુ કેસ અમદાવાદ (૪૯)માં દાખલ થયા. ત્યારબાદ જૂનાગઢ (૩૪), ભાવનગ (રપ), સુરેન્દ્રનગર (ર૪) અને બનાસકાંઠા (ર૩)મો નંબર આવે છે. અનુસૂચિત જનજાતિઓની વિરૂદ્ધ અપરાધોના મામલામાં ઝડપી વધારો થયો છે. ર૦૧૩થી ર૦૧૭ દરમિયાન પ વર્ષમાં અનુસૂચિત જનજાતિઓની વિરૂદ્ધ અપરાધોના કેસમાં પપ ટકાનો વધારો થતાં ૧૩૧૦ સુધી પહોંચી ગયા, તે ઉપરાંત ર૦૧૮થી પહેલાં ૩ મહિનામાં જ આવા ૮૯ કેસ દાખલ થયા, જેમાં અનુસૂચિત જનજાતિના લોકો પીડિત હતા. તેમાં સૌથી વધુ કેસ ભરૂચ (૧૪), વડોદરા (૧૧) અને પંચમહાલ (૧૦)માં દાખલ થયા, ત્યાં મંત્રી ઈશ્વર પરમારે જણાવ્યું કે, અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકોની વિરૂદ્ધ ક્રાઈમના અત્યાર સુધી ૫૮૬૩ કેસમાં ગુજરાત સરકાર પીડિતોને લગભગ પ૦ કરોડ રૂપિયાની નાણાકીય મદદ આપી ચૂકી છે. તેમણે જણાવ્યું કે, માર્ચ ર૦૧૮ સુધી માત્ર ર૮ પીડિતોને વળતર આપવાનું બાકી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, ર૮ ફેબ્રુઆરીએ ગાંધીનગરમાં એક કાર્યક્રમ દરમિયાન દલિતોને સંબોધિત કરતા પરમારે જણાવ્યું હતું કે, ૪૫૦૦ લાભાર્થીઓને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સ્કીમના માધ્યમથી ૬૯ કરોડ રૂપિયાની રકમ વહેંચવામાં આવી છે.