(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૬
આજે કોંગ્રેસના પ્રચાર કરવા આવેલા મધ્યપ્રદેશના સાંસદ જ્યોતિ રાધિત્ય સિંધીયાએ પત્રકાર પરિષદને સંબોધીને ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર આકરા પ્રહારો કર્યા હતા. સાંસદ જ્યોતિ રાધિત્ય સિંધીયાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ખેડૂતોને અન્યાય થાય છે. બેરોજગારી વધતી જાય છે. ગુજરાતમાં ભાજપ સરકાર સંદતર નિષ્ફળ ગઈ છે. વધુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આડે હાથ લેતાં કોંગ્રેસના સાંસદ સિંધીયાએ જણાવ્યું હતું કે, હાર ભાળી ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પદની પણ ગરીમા જાળવી નથી. તા.૧૮મીએ ગુજરાતની પ્રજા જવાબ આપી દેશે. અત્રે ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાતમાં ગઈકાલે ઓખી વાવાઝોડાના સંભવિત સંકટ અને વરસાદી માહોલ બાદ એક દિવસ ચૂંટણી પ્રચારમાં વિઘ્‌ન આવ્યા બાદ આજે ફરીથી ભાજપ અને કોગ્રેસના નેતાઓએ ચૂંટણી પ્રચારને વેગવાન કરી દીધો હતો.