• અમદાવાદમાં ર૯૮, સુરતમાં ર૧ર, વડોદરામાં ૧૩ર અને રાજકોટમાં ૯૩ કોરોનાના નવા કેસ નોંધાયા • રાજ્યમાં ૧૪,૭૭૮ એક્ટિવ કેસ પૈકી ૯ર દર્દી વેન્ટિલેટર ઉપર

અમદાવાદ, તા.૪
કાળ બનીને આવેલા કોરોનાએ ગુજરાતમાં હાહાકાર મચાવી દીધો છે. રાજ્યમાં શુક્રવારે ૧પ૧૦ નવા કેસ સાથે ૧૮ દર્દીઓનાં મોત નિપજ્યા છે તેમાં સૌથી વધુ હંમેશાની જેમ અમદાવાદમાં ૧૩ દર્દીનાં મોત થયા છે તેની સાથે રાજ્યમાં કોરોનાથી મોતનો કુલ આંકડો ૪૦૪૯ થઈ ગયો છે. વિગતવાર વાત કરીએ તો ગુજરાતમાં કોરોના મહામારીની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઈ છે. કોરોના વાયરસના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં આજે ફરી વધારો થયો છે. આજે કોરોનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં ૧૫૧૦ પોઝિટિવ કેસ આવ્યા છે. ગુજરાતમાં કોવિડ-૧૯ના કુલ કેસોની સંખ્યા વધીને ૨,૧૫,૮૧૯એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ ૧૮ દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કુલ મૃત્યુઆંક વધીને ૪૦૪૯એ પહોંચ્યો છે. જ્યારે ૧૬૨૭ લોકોએ છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. જો કે, ગુજરાતમાં સાજા થવાનો દર ધીરે-ધીરે ઘટી રહ્યો છે અને ૯૧.૨૮ ટકાએ પહોંચ્યો છે. ત્યાં જ આજે રાજ્યમાં ૬૯,૩૨૪ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. કોરોનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં અમદાવાદ કોર્પોરેશન ૨૯૮, સુરત કોર્પોરેશન ૨૧૨, વડોદરા કોર્પોરેશન ૧૩૨, રાજકોટ કોર્પોરેશન ૯૩, મહેસાણા ૬૪, રાજકોટ ૫૦, બનાસકાંઠા ૪૬, ગાંધીનગર ૪૬, વડોદરા ૪૨, સુરત ૩૭, પાટણ ૩૬, જામનગર કોર્પોરેશન ૩૫, ખેડા ૩૨, પંચમહાલ ૨૯, સાબરકાંઠા ૨૯, ગાંધીનગર કોર્પોરેશન ૨૭, અમદાવાદ ૨૪, મોરબી ૨૨, ભરૂચ ૨૧, ભાવનગર કોર્પોરેશન ૨૦, અમરેલી ૧૯, દાહોદ ૧૯, સુરેન્દ્રનગર ૧૯, કચ્છ ૧૮, મહીસાગર ૧૮, જામનગર ૧૬, છોટાઉદેપુર ૧૫, જૂનાગઢ ૧૫, જૂનાગઢ કોર્પોરેશન ૧૩, અરવલ્લી ૧૨, આણંદ ૧૦, નર્મદા ૯, ગીર-સોમનાથ ૮, દેવભૂમિ દ્વારકા ૬, ભાવનગર ૫, પોરબાંદર ૫, બોટાદ ૪, નવસારી ૩, તાપી ૧ કેસ સામે આવ્યા છે. કોરોનાની વૈશ્વિક મહામારી દરમિયાન દિવાળી પછી રાજ્યમાં કોરોનાને કારણે મૃત્યુ વધ્યા છે. આરોગ્ય વિભાગે વિતેલા ૨૪ કલાકમાં સારવાર હેઠળના ૧૮ દર્દીઓનાં મોત થયાનું સ્વીકાર્યું છે જેમાં સૌથી વધુ અમદાવાદ કોર્પોરેશનમાં ૧૩ લોકોને કોરોના ભરખી ગયો છે ત્યાં જ સુરત કોર્પોરેશન ૨, રાજકોટ ૧, રાજકોટ કોર્પોરેશન ૧, વડોદરા ૧ વ્યક્તિએ દમ તોડ્યો હતો. ગુજરાતમાં કુલ મૃત્યુઆંક વધીને ૪૦૪૯એ પહોંચ્યો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ ૧,૯૬,૯૯૨ નાગરીકો સાજા થઈ ગયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ ૧૪,૭૭૮ સારવાર હેઠળના દર્દીઓ પૈકી ૯૨ વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને ૧૪,૬૮૬ સ્ટેબલ છે.