પાલનપુર, તા.૧૩
ગુજરાત એટીએસ અને બનાસકાંઠા એસઓજી પોલીસે બાતમીના આધારે પાલનપુર તાલુકાના ખેમાણા ટોલનાકા પાસેથી કારમાંથી એક કરોડનું ચરસ ઝડપી બે શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતા ગુનેગારોમાં ફફડાટ પ્રસરી ગયો છે. રાજસ્થાનમાંથી ગુજરાતમાં મોટા પ્રમાણમાં ચરસ ઘુસાડવામાં આવતુ હોવાનું રેકેટ ચલાવવામાં આવતુ હોવાની ગુજરાત એટીએસ અને બનાસકાંઠા એસઓજી પોલીસને બાતમી મળી હતી.જેના પગલે ગુજરાત એટીએસ અને એસઓજી પોલીસે રેકેટને ઝડપી લેવા વોચ રાખવામાં આવી હતી.જેમાં રાજસ્થાનથી મંગળવારના રોજ ગુજરાતમાં મોટા પ્રમાણમાં ચરસનો જથ્થો ઘુસાડવામાં આવતો હોવાની બાતમી મળતા ગુજરાત એટીએસ અને એસઓજી પોલીસ સ્ટાફ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી.અને રાજસ્થાન તરફથી ગુજરાતમાં પ્રવેશી રહેલી એક વેગનાર કાર ઉપર શંકા જતા કારની તલાસી લેવામાં આવતા કારમાંથી ૧૬.૭૫૩ કિલો ગ્રામ ચરસ જેની કિંમત રૂ.૧,૦૦,૫૧,૮૦૦ સાથે બે આરોપી મુંબઈ માહિમ વિસ્તારમાં લોહાર ચાલી ખાતે રહેતા ફહીમ અજીમ બેગ (ઉ.વ.૩૧) અને ઔરંગાબાદ હરસુલ જહાંગીર કોલોની ખાતે રહેતા સમીર અહેમદ શેખની ધરપકડ કરી આ ચરસ ક્યાથી લાવવામાં આવ્યુ હતુ.અને કોને આપવાનું હતુ.તેમજ આ આરોપીઓ કોઈ બીજા ગુનાઓમાં સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં જીણવટ ભર તપાસ હાથ ધરવામાં આવી છે.
Recent Comments