(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૮
ગુજરાતને કોરોના રૂપી અજગરે ભરડામાં લીધું છે જેને પગલે છેલ્લા ઘણા દિવસથી રોજ ૩૦૦થી વધુ કોરોના પોઝિટિવ કેસો નોંધાઈ રહ્યા છે. તેની સામે મોતનો આંકડો પણ એવરેજ ૧પથી રપની વચ્ચે આવે છે. જેને પગલે રાજ્યમાં હાહાકાર મચી જવા પામ્યો છે. કોરોનાના વધતા ગ્રાફને જોઈને ઘણા લોકોનું બ્લડપ્રેશર પણ હાઈ થઈ ગયું છે ત્યારે કોરોના રૂપી અજગરના લપેટામાં સૌથી વધુ અમદાવાદ આવી ગયું છે. રાજ્યમાં રોજ નોંધાતા કેસોમાં મોટાભાગના કેસ અમદાવાદના જ હોય છે. તેવી જ રીતે શુક્રવારે પણ રાજ્યમાં ૩૯૦ પોઝિટિવ કેસ અને ર૪ મોત નોંધાયા છે. જેમાં અમદાવાદમાં જ ર૬૯ કેસ નોંધાયા છે. આમ રાજ્યમાં કુલ ૭૪૦૩ કોરોનાના કેસ નોંધાયા છે. પ્રાપ્ત વિગતો મુજબ આજે કુલ ૩૯૦ પોઝિટિવ કેસો નોંધાયા છે. ૧૩ લોકોનાં મોતનું પ્રાથમિક કારણ કોરોના છે. તો ૧૧ લોકોને અન્ય બીમારીઓ હતી. આમ ગુજરાતમાં કોરોનાનાં કારણે એક દિવસમાં ૨૪ લોકોનાં મોત નિપજ્યા છે. આજે ૧૬૩ લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આમ ગુજરાતમાં કુલ ૧૮૭૨ લોકો કોરોના સામેના જંગ જીત્યા છે. ગુજરાત માટે સારા સમાચાર એ છે એઈમ્સના ડોક્ટર સાથેની એક ટીમ અમદાવાદ આવશે. અને સિવિલ હોસ્પિટલમાં માર્ગદર્શન આપશે. ગુજરાતમાં રિકવરી રેટ ૩૭૪ ટકા થયો છે. આજે કોરોનાનાં ૩૯૦ કેસોની વાત કરીએ તો અમદાવાદમાં ૨૬૯, વડોદરા-સુરતમાં ૨૫, ગાંધીનગરમાં ૯, બનાસકાંઠામાં ૮, બોટાદમાં ૩, ખેડા-જામનગર-સાબરકાંઠામાં ૭, અરવલ્લીમાં ૨૦ અને ભાવનગર-આણંદ-ગીર સોમનાથ- મહીસાગરમાં એક-એક પોઝિટિવ કેસ નોંધાયો છે. રાજ્યમાં કોરોનાનાં કુલ પોઝિટિવ કેસનો આંક ૭૪૦૩ થયો છે. જેમાંથી ૨૬ લોકો વેન્ટિલેટર પર છે. તો ૫૦૫૬ લોકોની પરિસ્થિતિ સ્થિર છે. અને અત્યાર સુધી કુલ ૧૮૭૨ લોકોએ કોરોનાને મ્હાત આપી દીધી છે. તો કોરોનાને કારણે કુલ ૪૪૯ લોકોનાં મોત નિપજ્યા છે. આજે કુલ ૨૪ લોકોનાં મોત નિપજ્યા છે. જેમાં એકલાં અમદાવાદમાં જ ૨૨ લોકોનાં મોત નિપજ્યા છે. જ્યારે ભાવનગર અને સુરતમાં એક-એક વ્યક્તિનું મોત નિપજ્યું છે.

છેલ્લા ર૪ કલાકમાં નવા નોંધાયેલ કેસો
જિલ્લો કેસ
અમદાવાદ ૨૬૯
વડોદરા ૨૫
સુરત ૨૫
ભાવનગર ૧
આણંદ ૧
ગાંધીનગર ૯
પંચમહાલ ૬
બનાસકાંઠા ૮
બોટાદ ૩
ગીર-સોમનાથ ૧
ખેડા ૭
જામનગર ૭
સાબરકાંઠા ૭
અરવલ્લી ૨૦
મહીસાગર ૧
કુલ ૩૯૦

કોરોનાના ક્યાં કેટલા કુલ કેસ અને મોત ?

જિલ્લો કેસ મૃત્યુ
અમદાવાદ ૫૨૬૦ ૩૪૩
વડોદરા ૪૬પ ૩૧
સુરત ૮ર૪ ૩૮
રાજકોટ ૬૪ ૧
ભાવનગર ૮૪ ૬
આણંદ ૭૭ ૬
ભરૂચ ર૭ ર
ગાંધીનગર ૯૭ પ
પાટણ ર૪ ૧
પંચમહાલ પ૭ ૩
બનાસકાંઠા ૭પ ર
નર્મદા ૧ર ૦
છોટાઉદેપુર ૧૪ ૦
કચ્છ ૭ ૧
મહેસાણા ૪ર ૧
બોટાદ પ૧ ૧
પોરબંદર ૩ ૦
દાહોદ ૧૯ ૦
ગીર-સોમનાથ ૪ ૦
ખેડા ર૭ ૧
જામનગર ૧૬ ૧
મોરબી ૧ ૦
સાબરકાંઠા ૧૭ ર
અરવલ્લી ૬૭ ર
મહીસાગર ૪૩ ૧
તાપી ર ૦
વલસાડ ૬ ૧
નવસારી ૮ ૦
ડાંગ ર ૦
સુરેન્દ્રનગર ૧ ૦
દેવભૂમિ દ્વારકા ૪ ૦
જૂનાગઢ ર ૦
કુલ ૭૪૦૩ ૪૪૯