કોડીનાર, તા.ર
નાગરિકોની શાંતિ, સમૃદ્ધિ અને સલામતિ માટે દેશભરમાં કાયદો અને માનવ અધિકાર, શિક્ષણ અને રોજગાર વિષયક જનહિત કલ્યાણ માટે નિરંતર કાર્યરત રાષ્ટ્રીય સંગઠન એક વિચાર એક ભારત દ્વારા વર્ષ ૨૦૨૦ માં ગુજરાત ગૌરવ ઍવૉડર્સની જાહેરાત કરવામાં આવી છે. ભારત ગૌરવ યાત્રાએ વિશેષ કાર્યક્રમ અંતર્ગત આ પારિતોષિક જાહેર કરવામાં આવેલ છે. જેમાં માત્રને માત્ર ગેઝેટેડ અધિકારીઓને સન્માનિત કરવામાં આવશે. જેમાં એક વિચાર એક ભારત ગીર સોમનાથ જિલ્લાના યુનિટ દ્વારા સમગ્ર ગીર સોમનાથ જિલ્લાના તમામ તાલુકાના ગેઝેટેડ ઓફિસરો તેમજ જિલ્લા પંચાયત કચેરી અને સેવા સદનમાં કાર્યરત વિશેષ કામગીરી કરનાર અધિકારીઓને એક વિચાર એક ભારતના પ્રેરક રાજેશ સોલંકી, રાજ્ય મહિલા સેલના અધ્યક્ષ અને સામાજિક ન્યાય સમિતિ ચેરપર્સન કિરણબેન અને વિવિધ સેવાકીય સંસ્થા તથા સંગઠનો સાથે કાર્યરત ફારૂકભાઈ પેરેડાઈઝ અને વેરાવળ, ગીર સોમનાથ જિલ્લાના અગ્રણી ઇમરાનભાઈ જમાદાર તથા ગીર સોમનાથ જન કલ્યાણ સમિતિના અધ્યક્ષ જગદીશભાઈ વગેરે સમગ્ર ટીમની જહેમતથી આયોજન કરાયું હતું. સૌપ્રથમ ગીર સોમનાથ જિલ્લા કલેકટર અજય પ્રકાશને આ એવોર્ડથી રાજ્યમાં જ નહિ દેશ ભરમાં પ્રથમ એવોડ્‌ર્સ એનયાત કરવામાં આવ્યો હતો. તેમજ જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી તથા જિલ્લા વિકાસ અધિકારી ધર્મેન્દ્રસિંહ રહેવર, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી ગામીત, જિલ્લા વિકાસ અધિકારી, ગીર સોમનાથ જિલ્લાના સમાજ સુરક્ષા અધિકારી હર્ષવર્ધન મૌર્ય કે જેમણે અનેકવિધ યોજનાઓથી આ જિલ્લાના તમામ લોકોને સેવાકીય પ્રવૃત્તિથી તેમજ માનવતાવાદી દ્રષ્ટ્રિએ લાભાવંતીત કરનાર અધિકારીને વંદન તથા એક વિચાર એક ભારતના પ્રથમ રાષ્ટ્રીય કાર્યક્રમ ભારત ગૌરવના તેમજ પ્રથમ રાષ્ટ્રીય કાર્યાલયના ઉદઘાટક આનંદબેન ખાચર જેમણે ગીર સોમનાથ જિલ્લામાં સૈનિક સન્માન, નિવૃત ન્યાયાધીશ તેમજ એડવોકેટનું સન્માન, ગ્રામ પંચાયાત સરપંચનું સન્માન તેમજ કાનૂની શિબિર અને રોજગાર લક્ષી સેમિનાર અને વર્કશોપનું આયોજન ફેબ્રુઆરી મહિનામાં કરવામાં આવ્યું હતું. જે એક વિચાર એક ભારતનો પ્રથમ સફળ કાર્યક્રમ હતો.
ઉના તાલુકાના સરકારી હોસ્પિટલના ડો.જાદવ તેમજ ટૂંક સમયમાં કોડીનાર શહેરમાં તેમજ અન્ય તાલુકાઓમાં નામના તેમજ પ્રજા પ્રેમ પ્રાપ્તિ કરનાર તાલુકા વિકાસ અધિકારી રાણાને આ એવોડર્સ એનયાત કરવા માટે પસંદ કરવામાં આવ્યા હતા. ભવિષ્યમાં રાષ્ટ્ર તેમજ નાગરિકો માટે નિષ્પક્ષ, નિસસ્વાર્થ સેવા કરનાર અધિકારીઓને વિચાર એક ભારત દ્વારા સમગ્ર રાજ્યમાં અને દેશમાં એવોડ્‌ર્સ એનાયત કરવામાં આવશે.