(એજન્સી) મુંબઈ, તા.૧૮
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય રાજ્યની પ્રજાને કારણે નહીં પણ ઈવીએમ મશીનને આભારી છે એમ મુંબઈ કોંગ્રેસના મુખ્ય સંજય નિરૂપમે જણાવ્યું હતું. તેમણે ઈફસ્ મશીનને ‘ભારતીય લોકશાહી’ માટે મોટો ખતરારૂપ તરીકે ઓળખાવ્યું હતું. તેમણે જણાવ્યું કે, જ્યારે સમગ્ર ગુજરાત બીજેપી વિરૂદ્ધ હતું, વડાપ્રધાન મોદીની ચૂંટણી પ્રચાર રેલીમાં ખાલી ખુરશીઓ નજરે પડતી હતી તો પછી ગુજરાતમાં ભાજપનો વિજય જનતાને કારણે શક્ય બન્યો નથી પરંતુ ઈફસ્ મશીનમાં ગરબડીને કારણે બીજેપીનો વિજય થયો છે. એમ મુંબઈ કોંગ્રેસ પ્રમુખ સંજય નિરૂપમે મીડિયાને જણાવ્યું હતું. તેમણે ટ્‌વીટ કરીને જણાવ્યું કે, અમને પહેલાંથી જ આ અધિકાર પર શંકા હતી. દેશવાસીઓએ સચેત થવું જોઈએ. આ ભારતીય લોકશાહી પર ખતરા સમાન છે. ર૪મી ઓક્ટોબરની ટ્‌વીટમાં લોકસભાના પૂર્વ સાંસદે વિધાનસભા મતની વિરૂદ્ધમાં ટ્‌વીટ કરતાં કહ્યું હતું કે, કોંગ્રેસને ૧રપથી ૧૪૦ બેઠકો પર વિજય પ્રાપ્ત કરશે. જ્યારે ભાજપ માંડ ૪૦થી ૪૭ બેઠકો મેળવી શકશે. તેમણે ટ્‌વીટ કરીને જણાવ્યું કે, હું હજુ પણ આ ટ્‌વીટ સાથે છું. ઈફસ્ મશીનમાં ચેડાં થયા ન હોય તો આ પરિણામ આવી શકે છે. ચૂંટણીપંચના તાજેતરના વલણો મુજબ કોંગ્રેસ ૭૪ બેઠકો મેળવી શકી છે જ્યારે ભાજપ ૧૦ર બેઠકો સાથે સરકાર રચવાની તૈયારીમાં છે. વર્ષ ર૦૧રની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ૧૧પ બેઠકો પર વિજય મેળવ્યો હતો જ્યારે કોંગ્રેસને ૬૧ બેઠકો મળી હતી.