(એજન્સી)
નવી દિલ્હી, તા.૧૯
ભાજપ ભલે છઠ્ઠી વખત પોતાની સરકાર બનાવતી હોય પણ આ વખતની વિધાનસભા ચૂંટણીમાં નોટાનો ભાગ પણ મહત્ત્વપૂર્ણ રહ્યો છે. નોટા એટલે કે (નન ઓફ ધ અબવ) કોઈ પણ ઉમેદવારને પસંદ ના કરતાં પોતાના મતને માત્ર ગણતરીમાં રાખવાનો કહે છે જેમાં મતદાર કોઈપણ ઉમેદવારને મત ન આપતા નોટાનું બટન દબાવે છે. બીએસપી અને એનસીપીના નોટાએ ૧.૮ ટકા મતો છીનવ્યા છે. કોંગ્રેસ અને ભાજપા બાદ આ વખતે નોટા ત્રીજી પાર્ટી બનીને ઊભરી આવી છે. આ વખતે ગુજરાતમાં પ,૪૦,પ૬૬ વખત નોટાનો ઉપયોગ થયો છે. ચૂંટણી પંચે પોતાની વેબસાઈટમાં જણાવ્યું જ્યારે ૧.૮ ટકા મતદારોએ એક પણ પાર્ટીને મત ન આપ્યો જ્યારે ભાજપે ૪૯ ટકા વોટથી જીત મેળવી છે જ્યારે કોંગ્રેસ ૪૧ ટકા વોટથી જીતી છે. પણ સવાલ એ છે કે, ખૂબ જ કાંટાની ટક્કર વચ્ચે શું નોટાને લીધે કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો ? માહિતીના આધાર પર ભાજપની ૩૩ જેટલી બેઠકો ઉપર ૧૦ ટકાથી ઓછા અંતરે વિજય મેળવ્યો છે. જ્યારે પોરબંદર આનો ઉદાહરણ છે. ભાજપના બાબુભાઈ બોખિરીયાને ૧૮પપ મતો મળ્યા છે જ્યારે નોટાને ૩,૪૩૩ મતો મળ્યા છે. ૧પ જેટલી બેઠકોમાં હાર અને જીત વચ્ચેનું અંતર ૧૦૦૦ મતોથી પણ ઓછું છે. જેથી કહી શકાય કે આ વખતે ચૂંટણીમાં નોટાએ પણ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. જ્યારે પરિણામ સ્વરૂપે ભાજપને માંડ જીત મળી છે. રસપ્રદ વાત એ છે કે, સુપ્રીમકોર્ટનું કહેવું છે કે, ફરી વાર ચૂંટણી કરવાનો સવાલ જ નથી થતો કારણ કે નોટાએ જનરલ, વિધાનસભા, નગરપાલિકામાં પોતાની બહુમત મેળવી રહી છે.