અમદાવાદ, તા.ર
દેશમાં લોકડાઉન બાદ અનલોક-૧ની જાહેરાત પછી પણ અમદાવાદની મિરઝાપુર સ્થિત જનરલ પોસ્ટ ઓફિસ (જીપીઓ) કાર્યરત નહીં થતાં “ગુજરાત ટુડે”માં અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. અહેવાલના પગલે જીપીઓના ચીફે આવતીકાલથી કચેરી શરૂ કરવા આદેશ આપ્યો હોવાનું જાણવા મળ્યું હતું. ત્રીજી તારીખથી મિરઝાપુર સ્થિત જીપીઓ ફરી કામકાજની શરૂઆત કરશે. આ આદેશથી અનેક લોકોને રાહત મળશે અને હવે તેમણે નવરંગપુરા પોસ્ટ ઓફિસ સુધી લાંબા નહીં થવું પડે. અનલોક-૧ બાદ અમદાવાદ શહરેની તમામ બેંકો અને કચેરીઓ ધમધમતી થઈ હતી. પણ જીપીઓમાં કામકાજ શરૂ થયું ન હતું. જેથી કચેરી બહાર તાળા જોઈ કામ અર્થે આવનારા લોકો નિરાશ થયા હતા. જે અંગે “ગુજરાત ટુડે”માં અહેવાલ પ્રસિદ્ધ થતાં નોંધ લઈ જીપીઓ ખાતે કામ શરૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.