અમદાવાદ, તા.૧પ
ગુજરાત ટુડે દૈનિકના તંત્રી વિભાગમાં કામ કરતાં કર્મશીલ કાદરભાઈ શેખ (કાદર બાપુ) અલ્લાહની રહેમતમાં પહોંચી ગયા છે જેથી ગુજરાત ટુડે પરિવાર દુઃખની લાગણી અનુભવે છે અને અલ્લાહ તેમની મગફેરત ફરમાવે અને જન્નતમાં આલાથી આલા મકામ અતા ફરમાવે તેવી દુઆ કરે છે. ગુજરાત ટુડેથી શરૂઆત કરનારા અને આ ક્ષેત્રમાં ર૯ વર્ષ સુધી કામ કરનારા કાદરભાઈ શેખ દિવ્ય ભાસ્કર અને સંદેશ અખબારમાં પણ કામ કરી ચૂકયા છે અને છેલ્લા બે વર્ષથી ગુજરાત ટુડેમાં ફરજ નિભાવતા હતા. કાદરભાઈના પરિવારને અલ્લાહ સબ્રે જમીલ અતા ફરમાવે, આમીન.