જંબુસર,તા.૧પ
જંબુસર તાલુકાના સારોદ ગામના મૂળ વતની અને વર્ષોથી જંબુસરમાં સ્થાયી થયેલા સામાજિક કાર્યકર તથા સેવાભાવી હાજી ગુલામનબી આઈ. કાપડિયા (ઉ.વ.૭૪) આજરોજ બપોર બાદ અલ્લાહની રહેમતમાં પહોંચી ગયા છે.
મર્હૂમ ‘ગુજરાત ટુડે’ સાથે શરૂઆતથી સંકળાયેલા હતા અને ગુજરાત ટુડેની પ્રગતિ વધતી રહે તે માટે વિદેશથી સાપ્તાહિકના લવાજમો વગેરેમાં ખૂબ સક્રિય રહ્યા હતા. ‘ગુજરાત ટુડે’ના તેઓ શુભચિંતક હતા. તેઓએ દૈનિક માટે પણ પોતાનાથી બનતા તમામ પ્રયત્નો કર્યા હતા. અને જંબુસર તાલુકામાં ‘ગુજરાત ટુડે’નો ફેલાવો થાય તે માટે શરૂઆતથી જ પોતાનાથી બનતા તમામ પ્રયત્નો કર્યા હતા. આર્થિક સધ્ધરતા માટે મર્હૂમ સિરાઝભાઈ તીરમીઝી સાથે રહી લોકોથી મદદ એકત્રિત કરવામાં મદદરૂપ થયા હતા. પોતાના જીવનમાં મર્હૂમ જરૂરિયાતમંદોની ઘણી સેવા કરી હતી. તેઓએ લોકોની સેવાઓ પણ કરી હતી. અલ્લાહત્આલા મર્હૂમની મગફિરત ફરમાવે અને તેમના કુટુંબીજનોને સબ્રે જમીલ અતા ફરમાવે એવી ‘ગુજરાત ટુડે’ દુઆ ગુજારે છે અને ખિરાજે અકીદત પેશ કરે છે.