(એજન્સી) બેંગ્લુરૂ,તા.૧૮
કેન્દ્રએ રાજ્ય સરકારોને સ્થિતિ પ્રમાણે લોકડાઉન ૪.૦માં છૂટછાટ અને પ્રતિંબંધો લગાવવા અંગે જણાવ્યું છે. જેમાં કર્ણાટકે મોટી છૂટછાટ આપવાનો નિર્ણય લીધો છે. લોકડાઉન ૪.૦માં કર્ણાટકે રોડવેઝ અને પ્રાઈવેટ બસોને ચલાવવાની મંજૂરી આપી છે. જોકે, કન્ટેનમેન્ટ ઝોનમાં પ્રતિબંધો લાગુ રહેશે. રાજ્યના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ કહ્યું કે મહારાષ્ટ્ર, ગુજરાત, કેરળ અને તામિલનાડુના લોકોને ૩૧ મે સુધીમાં કર્ણાટકમાં આવવાની મંજૂરી નહીં મળે. રાજ્યના મુખ્યમંત્રીએ કહ્યું છે કે, લોકડાઉન ૪માં રાજ્યની અંદર રોડવેઝ અને પ્રાઈવેટ બસોના સંચાલકોને મંજૂરી છે. તેમણે જણાવ્યું કે બસોમાં એકવારમાં માત્ર ૩૦ મુસાફરો જ મુસાફરીને મંજૂરી આપવામાં આવશે. માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું સૌના માટે જરુરી હશે. બસનું ભાડું નહીં વધારવામાં આવે. આંતરરાજ્ય પરિવહનને મંજૂરી આપવામાં નહીં આવે, માત્ર મુશ્કેલ સ્થિતિમાં જ તેની મંજૂરી આપવામાં આવશે. આ રીતે ઓટો અને ટેક્સીને પણ ચલાવવાની મંજૂરી આપવામાં આવી છે પણ તેમાં ડ્રાઈવર સહિત મળીને માત્ર ત્રણ લોકો જ સવાર થઈ શકશે. મોટી કેબમાં ચાલક સહિત ચાર લોકો મુસાફરી કરી શકશે. તેમણે કહ્યું કે, ૩૧ માર્ચ સુધી ગુજરાત, મહારાષ્ટ્ર, કેરળ અને તામિલનાડુના લોકોને પ્રવેશની મંજૂરી આપવામાં નહીં આવે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, સલૂન ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. પાર્ક સહિતની જગ્યાઓ સવારના સાત વાગ્યાથી ૯ વાગ્યા સુધી અને સાંજે ૫ વાગ્યાથી સાંજના ૭ સુધી ખુલ્લા રહેશે. તેમણે કહ્યું કે શોપિંગ મૉલ અને સિનેમા હોલ છોડીને બાકી તમામ દુકાનો ખોલી શકાશે. મુખ્યમંત્રીએ કહ્યું કે, સાંજના ૭થી સવારના ૭ સુધી કર્ફ્યૂ રહેશે અને રવિવારે સંપૂર્ણ લોકડાઉન રહેશે.
ગુજરાત, મહારાષ્ટ્ર, કેરળ, તમિલનાડુમાંથી લોકોના પ્રવેશ પર પ્રતિબંધ : કર્ણાટકના મુખ્યમંત્રી

Recent Comments