અમદાવાદ, તા.૧૪
ગુજરાતની સૌથી મોટી ગણાતી ગુજરાત યુનિ.માં આજદિન સુધી એલઆર (લેડીઝ રૂમ)ની સુવિધા નથી. ગુજરાત યુનિ.ના એક પણ ભવનમાં એલઆરની સુવિધા નથી. ગુજરાત યુનિ.માં કરોડોના ખર્ચે રિનોવેશન થાય છે. મેદાનો બનાવવામાં આવી રહ્યા છે. ભવનમાં જૂના ઘણા રૂમો ધૂળ ખાય છે. પણ એલઆર બનાવવામાં કોઈને રસ નથી. મહિલા સશક્તિકરણ અને મહિલા સુરક્ષાની વાતો કરતી સરકાર પર આ એક લપડાક સમાન છે. ભવનમાં ભણતી વિદ્યાર્થિનીઓને ઘણી તકલીફોનો સામનો કરવો પડે છે. એનએસયુઆઈ દ્વારા રજિસ્ટ્રારને રજૂઆત કરતા આ વાતને ગંભીર બતાવતા તાત્કાલીક આ મામલે કાર્યવાહી કરી વિદ્યાર્થિનીઓને ન્યાય આપવા જણાવ્યું હતું. એમ એનએસયુઆઈના પ્રદેશ પ્રવકતા સુબ્હાન સૈયદે જણાવ્યું હતું.