અમદાવાદ, તા.૧૧
ગુજરાત યુનિ.ની બોયઝ હોસ્ટલેમાં અફઘાનિસ્થાનના એક વિદ્યાર્થીએ ઝાડ પર લટકીને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીની બોયઝ હૉસ્ટેલ માં એક યુવકે આપઘાત કર્યો હોવાની વહેલી સવારે ઘટના બની છે. સિક્યોરિટી ગાર્ડ હોવા છતાંય યુવકે જાહેરમાં ઝાડ પર લટકીને આપઘાત કર્યો હતો. યુવક અફઘાનિસ્તાનનો હતો અને અહીં બીબીએનો અભ્યાસ કરતો હતો. જો કે, આપઘાતનું કારણ હજુ બહાર નથી આવ્યું.
અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીના બોયઝ હોસ્ટેલના બી બ્લોક પાસે એક અફઘાની યુવકે આપઘાત કર્યો હોવાનું વહેલી સવારે લોકોને જાણવા મળ્યું હતું. ઘટનાને લઈને યુનિવર્સિટી પોલીસને જાણ કરાઈ હતી. આ યુવકે તેના રૂમમાં કે અન્ય કોઈ જગ્યાએ નહીં પરંતુ ગ્રાઉન્ડમાં આવેલા ઝાડ પર લટકીને કર્યો હતો. યુવકે વહેલી સવારે આપઘાત કરતા ચકચાર મચી છે.
લોકોનો આક્ષેપ છે કે અહીં જ સિક્યોરિટી ગાર્ડનો પોઇન્ટ હોવા છતાં આ બનાવ બન્યો છે તે ગંભીર વાત છે. મૃતકનું નામ સિકીબ છે અને તે સોમ લલિતમાં બીબીએનો અભ્યાસ કરતો હતો.