ગાંધીનગર,તા.૧ર
વકફ પ્રોપર્ટી લીઝ રૂલ્સ ર૦૧૪ અને વકફ પ્રોપર્ટી લીઝ (સુધારા) રૂલ્સ ર૦ર૦ અમલમાં છે. તેમ છતાં વકફ સંસ્થાનોના ઘણા મુતવલ્લીઓ દ્વારા વકફ પ્રોપર્ટી લીઝ રૂલ્સ ર૦૧૪ અને વકફ પ્રોપર્ટી લીઝ (સુધારા) રૂલ્સ ર૦ર૦ નિયમોનું પાલન કરવામાં આવતું નથી. તેમજ વકફ પ્રોપર્ટી લીઝ રૂલ્સ ર૦૧૪ અને વકફ પ્રોપર્ટી લીઝ (સુધારા) રૂલ્સ ર૦ર૦ના નિયમ ૪ (૪)ની જોગવાઈઓ મુજબ વકફ સંસ્થાના મુતવલ્લીઓ અને મેનેજિંગ  કમિટીના સભ્યો સહિત તેના  સંબંધીઓ જેમ કે, પતિ-પત્ની, માતા-પિતા, બાળકો, ભાઈઓ, બહેનો, ભાભીઓ અથવા બનેવીઓ અને ભાઈઓ અને બહેનોના બાળકો વકફની મિલકતને ભાડે પટ્ટે મેળવવા માટે હક્કદાર ગણાશે નહી. તેમ છતાં વકફ પ્રોપર્ટી લીઝ રૂલ્સ ર૦૧૪ અને વકફ પ્રોપર્ટી લીઝ (સુધારા) રૂલ્સ ર૦ર૦ની જોગવાઈઓ વિરૂદ્ધ ઘણા મુતવલ્લીઓએ વકફ મિલકતને સગા-સંબંધિઓને ભાડે આપેલ છે.  લીધેલ છે. આવા કિસ્સામાં ભાડે મેળવેલ આપેલ વકફ મિલકતનો શાંત અને પ્રત્યક્ષ કબજો સંબંધિત વકફ સંસ્થાને ત્વરાએ પરત સોંપવા તાકીદ કરવામાં આવે છે. વકફ સંસ્થાઓની વિશાળ પ્રમાણમાં અને ખુબ જ કિમતી સ્થાવર મિલકતો આવેલ છે. જેથી વકફની આવકમાં વધારો કરવા અને ભાડા વધારવા માટે વકફ પ્રોપર્ટી  લીઝ (સુધારા) રૂલ્સ ર૦ર૦ મુજબ કોઈપણ પ્રકારની નક્કર કાર્યવાહી ઘણા મુતવલ્લીઓ દ્વારા કરવામાં આવતી નથી. વકફ મિલકતની સંરક્ષણ, જાળવણી અને આવકમાં વધારો કરવાની ફરજ વકફ સંસ્થાના મુતવલ્લીઓની છે. આવી કાર્યવાહી નહીં કરવાને લીધે વકફ સંસ્થાને ભાડાની આવકમાં ખુબ જ નુકસાન થાય છે જે ઘણી ગંભીર બાબત છે. આથી વકફ પ્રોપર્ટી લીઝ રૂલ્સ ર૦૧૪ અને વકફ પ્રોપર્ટી લીઝ (સુધારા) રૂલ્સ ર૦ર૦ની અમલવારી કરવા માટે વકફ સંસ્થાના મુતવલ્લીઓને જણાવવામાં આવે છે. જો વકફ પ્રોપર્ટી લીઝ રૂલ્સ ર૦૧૪ અને વકફ પ્રોપર્ટી લીઝ (સુધારા) રૂલ્સ ર૦ર૦ની અમલવારી કરવા બાબતે મુતવલ્લી નિષ્ફળ જશે તેવા કિસ્સાઓમાં મુતવલ્લીઓ વિરૂદ્ધ વકફ અધિનિયમ ૧૯૯પ અને વકફ (સુધારા) ર૦૧૩  અધિનિયમની કલમ ૬૪ હેઠળ નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવશે. જે અંગેની નોંધ લેવા ગુજરાત રાજય વકફ બોર્ડના મુખ્ય કારોબારી અધિકારી એમ.એમ. ખુમારે એક જાહેર નોટિસ આપી મુતવલ્‌ઓને તાકીદ કરી છે.