અમદાવાદ,તા.ર
લાંબા સમાજથી ગુજરાત રાજય વકફ બોર્ડના સભ્યોની જગ્યાઓ ખાલી હતી. તેને ભરવા માટે સરકારમાં વારંવાર રજૂઆતો થઈ હતી. તેમજ આ મુદ્દો છેક ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો. ત્યારે સોમવારે ગુજરાત સરકારે ગુજરાત રાજયના વકફ બોર્ડના ૧૦ સભ્યોની નિમણૂક કરી છે.
ગુજરાત સરકારે તા.ર એપ્રિલના રોજ ગુજરાત વકફ બોર્ડમાં ખાલી જગ્યાઓ ભરવા માટે ૧૦ નવા સભ્યોની નિમણૂક કરી છે. જેમાં કોંગ્રેસના રાજયસભાના સાંસદ અહમદ પટેલ, વાંકાનેરના ધારાસભ્ય મોહંમદ જાવેદ પીરઝાદા તથા સજજાદ હીરા, અફઝલખાન પઠાણ, આમદભાઈ જત, રૂકૈયાબેન ગુલામહુસેનવાલા, બદરૂદ્દીન હાલાણી, મીર્ઝા સાજીદહુસેન, સીરાજભાઈ માડકિયા, અસમાખાન પઠાણની નિમણૂક કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત વકફ બોર્ડમાં છેલ્લા ઘણા સમયથી બોર્ડના સભ્યોની જગ્યાઓ ખાલી હતી. ત્યારે આ મામલે ગુજરાત સરકારમાં વારંવાર રજૂઆતો કરાઈ હોવા છતાં સરકારના પેટનું પાણી હલતું ન હતું. ત્યારે આ જગ્યાઓ સત્વરે ભરવા માટે ગુજરાત હાઈકોર્ટના દ્વાર પણ ખટખટાવવામાં આવ્યા હતા. તદઉપરાંત તાજેતરમાં ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર દરમ્યાન વકફ બોર્ડના સભ્યોની ખાલી જગ્યાઓનો મુદ્દો ઉછળ્યો હતો. ત્યારે સરકારના મંત્રીએ આ જગ્યાઓ ટૂકં સમયમાં ભરાઈ જશે તેવું આશ્વાસન આપ્યું હતું. આમ લાંબા સમયથી વકફ બોર્ડના સભ્યોની ખાલી જગ્યાઓ ભરવાની માગણી સોમવારે પૂરી થઈ હતી. વકફ બોર્ડના સભ્યોની નિમણૂક કરાતા ગુજરાત રાજય હજ કમિટીના ચેરમેન પ્રો. મોહમ્મદઅલી કાદરીએ બિરદાવી નિમણૂક પામેલા તમામ સભ્યોએ શુભેચ્છા પાઠવી હતી.

ગુજરાત સરકારે ઉતાવળે વકફ બોર્ડની રચના કરી થાપ ખાધી !!!
કેટલાક જુના સભો કે જેમની સામે ગેર રીતીના આક્ષેપો હતા તેવા કેટલાક સભ્યોની ફરીથી નિમણુક કરતા હાઈકોર્ટમાં વિરોધ કરતા સુનાવણી આજે . ઉલ્લેખનીય છે કે વકફ ની જમીનો વેચી દેવા સહીત નાં કેટલીય ગેરરીતિઓ બહાર આવતા નાં. ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હીતની રીટ અરજીમાં સરકારે હીકોર્તને બાહેધારી આપેલ કે તેઓ તમામ ગેરરીતીઓ કરનાર બોર્ડના સભ્યોની તપાસ હાથ દરીશું અને જરૂરી પગલાં લઈશું . તપાસ કરશે અને યોગ્ય પગલાં પણ તેમની સામે ભરશે પરંતુ ફક્ત ૨ નવા સભ્યોને બાદ કરતા બાકી બધા સભ્યો અગાઉ હત્તાજ. વધુમાં નવા કાયદામાં જોગવાઈ મુજબ એક સભ્ય બાર કાઉન્સિલનો ચુંટાયલો વકીલ હોવો જોઈએ પરંતુ હાલ લગભગ એક મહિનાથી બાર કાઉન્સિલ વિખરાઈ ગઈ છે અને નવી ચૂંટણી પણ યોજાઈ ગઈ છે અને નવા ચૂંટાયેલા સભ્યમાંથી કોઈને સભ્ય બનાવવા પડે . વધુમાં નાં.કોર્ટનું ધ્યાન દોરવામાં આવ્યું હતું કે સભ્યોની નિમણુક કરતા પહેલા ગુજરાતની તમામ વકફ નાં મુતવલ્લી જે એક સભ્યને ચુનતે તે વ્યક્તિ સભ્ય બનવાને પાત્ર છે જ્યારે આ પ્રક્રિયા સરકારે કરીજ નથી. જોકે કોર્ટ અરજદારને તા. ૨.૪.૨૦૧૮ના રોજ નિમણુક થયેલ વકફ બોર્ડની બોડીને પડકારવા અલગ અરજી અથવા હાલની ચાલૂ અરજી માં સુધારા કરવા જણાવે તો નવાઈ નહિ. તા. ૨.૪.૨૦૧૮ના રોજ વકફ બોર્ડમાં નીચે મુજબના સભ્યોની નિમણુક કરવા માં આવેલ છે. ( ૧) સજ્જદ હીરા ( જરૈટ્ઠ) (૨) અફઝલખાન પઠાણ, ઙ્ઘૈજર્જઙ્મદૃીઙ્ઘ. જીિ.ટ્ઠઙ્ઘદૃ. (૩) અમાદભાઈ જાત (૪) રુકૈયાબેન સી. ગુલામ હુસેન (જરૈટ્ઠ) (૫) બદરુદ્દીન હાલાણી (ાર્રદ્ઘટ્ઠ) (૬) એહમદભાઈ પટેલ એમ. પી (૭) મોહમ્મદ જાવેદ એ. પીરઝાદા (૮) મિર્ઝા સાજીદ હુસેન મોહમ્માંદ્‌ મિયા (૯) સીરાજભાઈ માદાક્યા (૧૦) શ્રીમતી અસ્માખાન પઠાણ.