(સંવાદદાતા દ્વારા) પાટણ, તા.૧૬
પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના વડાવલી ગામે ગત તા.રપ/૩/ર૦૧૭ના રોજ ઉશ્કેરાયેલા તોફાની તત્ત્વોએ મુસ્લિમ પરિવારો ઉપર હિચકારો હુમલો કરી તેમના મકાનોમાં લૂંટફાટ કરી આગના હવાલે કર્યા હતા જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું અને પ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત બન્યા હતા. તેમજ ૧૦૯ જેટલા મકાનોમાં લૂંટફાટ કરી આગ ચાંપવામાં આવી હતી. આ રમખાણના અસરગ્રસ્તો તથા મૃતકની વિધવાને સહાય વળતર ચૂકવવા અનેક વખત સરકાર સમક્ષ રજૂઆતો કરવા છતાં કોઈ જ સહાય ચૂકવવામાં નહીં આવતા અલ્પસંખ્યક અધિકાર મંચ તથા તોફાનના અસરગ્રસ્ત દ્વારા ‘ગુજરાત વીક્ટીમ કોમ્પન્સેશન સ્કીમ ર૦૧૬’ હેઠળ વળતર ચૂકવવા કાનૂની અને સત્તામંડળને અરજી કરવામાં આવી હતી જેને હકારાત્મક પ્રતિસાદ મળતા રમખાણગ્રસ્તોને વળતર મળવાની આશા બંધાઈ છે.
પાટણ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા આજે રૂબરૂ બોલવવામાં આવ્યા હતા. અલ્પસંખ્યક અધિકાર મંચના પ્રતિનિધિઓ હોઝેફા ઉજ્જૈની, ખેરૂન્નીશા પઠાણ, ઉમરદરાજ ચશ્માવાલા, ઉસ્માનભાઈ શેખ, ઈમરાન કુરેશી, મનુષ મંજુલાબેન, મીરખાન મકરાણી અને તોફાનમાં મૃત્યુ પામેલ ઈબ્રાહીમભાઈ લાલખાન બેલીમની વિધવાએ કાનૂની સેવા સત્તામંડળ પાટણના સેક્રેટરી વી.જે. ગઢવી સમક્ષ ઉપસ્થિત રહી પોતાની રજૂઆત સંભળાવી હતી.
કાનૂની સેવા સત્તામંડળ પાટણના સેક્રેટરી વી.જે. ગઢવીએ તોફાનમાં મૃત્યુ પામેલા બેલીમ ઈબ્રાહીમભાઈની વિધવાની હાલની સ્થિતિની જાણકારી મેળવી હતી. તેમજ નુકસાનગ્રસ્ત મકાનો અને ઈજાગ્રસ્તોની સ્થિતિ વિશેની જાણકારી મેળવી હતી અને હકારાત્મક રીતે આગળની કાર્યવાહી માટે અરજી સંદર્ભે વળતર માટેની કામગીરી કરવાની ખાતરી આપી ૧૦ દિવસ બાદની મુદ્દત આપી હતી.
‘ગુજરાત વીક્ટીમ કોમ્પન્સેશન સ્કીમ ર૦૧૬’ હેઠળ વળતર ચૂકવવા કાનૂની સેવા સત્તામંડળને અરજી

Recent Comments