અમદાવાદ, તા.ર૦
ગુજરાત સરકાર દ્વારા રાજ્ય વિધાનસભામાં રજૂ કરવામાં આવેલ બજેટ અંગે પ્રતિક્રિયા આપતાં ભારતીય સામ્યવાદી પક્ષના પ્રદેશમંત્રી રાજકુમારસિંહે જણાવેલ કે રાજ્ય સરકારનો બજેટ સાવ નીરસ અને ચીલાચાલુ છે તેમાં શબ્દોના અંબાર સિવાય કોઈ નવી વાત નથી. એવું લાગી રહ્યું છે કે આ સરકારનો બજેટ નથી પણ વર્ષ ર૦૧૯માં થનાર લોકસભાની ચૂંટણી માટેનો ભાજપનો ચૂંટણી ઘોષણા પત્ર હોય તેવું લાગ્યા વિના રહેતો નથી. ખરેખર તો સરકારે બતાવવું જોઈતું હતું કે ગયા વર્ષમાં જે કામો માટે નાણાંની ફાળવણી કરવામાં આવી હતી તેના નાણાં તે કામમાં વપરાયા છે ખરા ? નાણાપ્રધાન સરદાર સરોવર માટે કોંગ્રેસ પર માછલાં ધોયા છે પણ તેઓ જનતાને બતાવી નથી શકયા કે તેમના વડાપ્રધાન દ્વારા કરવામાં આવેલ તાયફાઓમાં કેટલા પાણીનો બગાડ કરવામાં આવ્યો તે સાચી હકીકત પણ જનતાને જણાવવી જોઈએ. રાજકુમારસિંહે વધુમાં ૧૯૯પથી રાજ્યમાં ભાજપનું શાસન છે અને ક્યાં સુધી કોંગ્રેસના રોદણા રડી પોતાના કુકર્મો છુપાવતા રહેશે.