(સંવાદદાતા દ્વાર)
અમદાવાદ, તા.૩૦
આજે ગુજરાત હાઇકોર્ટે એક પરિપત્ર જાહેર કર્યો છે જેમાં જણાવ્યા અનુસાર ગુજરાત હાઇકોર્ટ એડવોકેટસ એસોસિએશનના પ્રમુખ યતીન ઓઝા દ્વારા ગુજરાત હાઇકોર્ટને વિનંતી કરવામાં આવી હતી કે, કોર્ટોમાં સામાન્ય સંજોગોમાં પણ કેસોની પેંડેન્સી અતિશય છે તેમાં પણ કોવિડ-૧૯ એટલે કે કોરોના વાયરસની અસરના કારણે પણ કોર્ટોમાં અઢળક કેસ પેન્ડિંગ છે અને કોવિડ-૧૯ની અસર હેઠળ માત્ર વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જૂજ કેસોને સુનાવણી શક્ય બની રહી છે તેવામાં હાઈકોર્ટ અને અન્ય કોર્ટોમાં પેન્ડિંગ કેસોનું ભારણ અતિશય વધી જાય તેમ છે તેથી યતીન ભાઈએ હાઈકોર્ટને વિનંતી કરી હતી કે, હાઈકોર્ટનું ઉનાળુ વેકેશન રદ્દ કરવામાં આવે અને કેસોની સુનાવણી ચાલુ રાખવામાં આવે જેને ધ્યાને લેતાં હાઈકોર્ટે આજે એક પરિપત્ર જાહેર કરીને જણાવ્યું છે કે, ૨૦૨૦નું ઉનાળુ વેકેશન ગુજરાત હાઇકોર્ટ એડવોકેટસ એસોસિએશનના પ્રમુખની વિનંતીને માન આપીને રદ્દ કરવામાં આવે છે અને હાલમાં જે વીડિયો કોન્ફરન્સિંગ અને અન્ય વ્યવસ્થાઓ દ્વારા કેસોની સુનાવણી હાથ ધરવામાં આવે છે તે ચાલુ રાખવામાં આવશે તથા ૨૦૨૦નું ઉનાળુ વેકેશન રદ્દ કરવામાં આવે છે.