(સંવાદદાતા દ્વારા) ભરૂચ,તા.૨૯
વર્ષ ૨૦૧૫થી ઇઁહ્લ દ્વાર સુરક્ષા હેલ્પલાઇન નંબર-૧૮૨નો વિસ્તાર પુરા ભારત વર્ષમાં કરવામાં આવેલ છે. સદર હેલ્પલાઈન નંબર-૧૮૨ ટોલ ફ્રી છે તથા ૨૪ કલાક કાર્યરત રહે છે. જે રેલવે ડીવીજનલ સિક્યોરિટી કન્ટ્રોલ રૂમ, ઝોનલ લેવલે ઝોનલ સિક્યોરિટી કંટ્રોલ રૂમ તથા રેલવે બોર્ડ લેવલે જોડાયેલ સિસ્ટમ છે.
મુસાફરો ગમે ત્યાં હોય કોઈ પણ રેલ ક્ષેત્રાધિકારમાં હોય પોતાની સમસ્યા ઓને Tweet કરી રેલવે અને RPFને જાણ કરી શકે છે તથા સદર Tweet પર સુરક્ષા અથવા અન્ય કોઈ પણ પ્રકારની સમસ્યાને નિશ્ચિત સમય સીમા ઉકેલી ફરિયાદને સંતુષ્ટ કરવામાં આવે છે. જે છેલ્લાં એક વર્ષથી કર્યરત છે.
છેલ્લાં ૧૦ વર્ષથી ભરૂચ રેલવે સ્ટેશન પર CCTV કેમેરાના માધ્યમથી આરોપી/અસામાજિક તત્વો પર નજર રાખી તેમજ ધડપકડ કરવામાં ઉપયોગમાં આવી રહી છે. આ સુવિધા માત્ર રેલવે સ્ટેશન પ્લેટફોર્મ તથા કેટલીક જગ્યાએ જ નિર્દિષ્ટ જગ્યાઓ સુધીજ સીમિત હોવાથી એવા સ્થનો તથા ચાલતી ટ્રેનોમાં આવા અપરાધી/ગુનેગારો વિરૂદ્ધ સક્ષમ કાર્યવાહી કરવા તથા યાત્રિકોમાં સુરક્ષાની ભાવના પેદા કરવા સરકાર દ્વારા બોડીવાન કેમેરા ઉપલબ્ધ કરવામાં આવેલ છે. આ મોબાઈલની જેમ ફરતો CCTV કેમેરાનું કામ કરે છે.
આ બોડી વૉન કેમેરામાં વિડીયો/ઓડિયો/ફોટોગ્રાફી જેવી આધુનિક સિસ્ટમોથી લેસ છે. જેથી કરી રેલવેમાં કામ કરતા પોલીસ જવાનોને પણ આરોપી સાથેની કાર્યમાં સરળતા રહે છે. જ્યાં તેમની નજર ફરતી હોય છે. તો બીજી બાજુ કેમરા પોતાનું કામ કરતા હોય ચાલતી ટ્રેનોમાં ચોરી અને અન્ય ગુનાઓમાં તેનો ઉપયોગ કરી અંકુશ મૂકી શકાય છે.