વેલિંગ્ટન, તા. ૧૯
વેલિગ્ટન ખાતે આજે રમાયેલી પાંચ વનડે મેચોની શ્રેણીની પાંચમી અને અંતિમ વનડે મેચમાં પણ યજમાન ન્યુઝીલેન્ડે પાકિસ્તાન પર ૧૫ રને જીત મેળવી હતી. આની સાથે જ ન્યુઝીલેન્ડે વન ડે શ્રેણી ૫-૦થી જીતી લીધી હતી. પ્રથમ બેટિંગ કરતા ન્યુઝીલેન્ડે ૫૦ ઓવરમાં સાત વિકેટ ગુમાવીને ૨૭૧ રન કર્યા હતા. જેમાં ઓપનિંગ બેટ્‌સમેન ગુપ્ટિલે સૌથી વધારે ૧૦૦ રન કર્યા હતા. ગુપ્ટિલ ૧૨૬ બોલમાં ૧૦ ચોગ્ગાની મદદથી આ રન બનાવવામાં સફળ રહ્યો હતો. ટેલરે અડધી સદી કરી હતી. જીતવા માટેના ૨૭૨ રનના લક્ષ્યાંકનો પીછો કરતા પાકિસ્તાનની ટીમ ૨૫૬ રન કરીને ઓલઆઉટ થઇ ગઇ હતી. સોહિલે સૌથી વધારે ૬૩ રન કર્યા હતા. આ મેચ અને સમગ્ર વનડે શ્રેણીમાં શાનદાર દેખાવ કરનાર ગુપ્ટિલની મેન ઓફ ધ મેચ અને સિરીઝ તરીકે પસંદગી કરવામાં આવી હતી.
વેલિંગ્ટન વનડે : સ્કોરબોર્ડ
ન્યુઝીલેન્ડ ઇનિંગ્સ :
ગુપ્ટિલ કો. હાફીઝ
બો. રઇશ ૧૦૦
મુનરો કો. નવાઝ
બો. રઇશ ૩૪
વિલિયમસન કો. અમીન
બો. યામીન ૨૨
ટેલર બો. ફાઈમ અશરફ ૫૯
ગ્રાન્ડહોમ અણનમ ૨૯
નિકોલસ કો. ફખર
બો. રઇશ ૦૧
લાથમ કો. શરફરાઝ
બો. અશરફ ૦૨
સેન્ટનર રનઆઉટ ૦૧
સાઉથી અણનમ ૧૪
વધારાના ૦૯
કુલ (૫૦ ઓવરમાં ૭ વિકેટે) ૨૭૧
પતન : ૧-૫૨, ૨-૧૦૧, ૩-૨૧૩, ૪-૨૩૨, ૫-૨૩૯, ૬-૨૪૩, ૭-૨૪૪,
બોલિંગ : આમીર યામીન : ૯-૦-૬૫-૧, રઇશ : ૧૦-૦-૬૭-૩, નવાઝ : ૧૦-૧-૪૩-૦, અશરફ : ૯-૦-૪૯-૨, શાદાબ : ૧૦-૦-૩૫-૦, ઉંમર આમીન : ૨-૦-૬-૦
પાકિસ્તાન ઇનિંગ્સ :
ફખર કો. વિલિયમસન
બો. હેનરી ૧૨
ઉંમર આમીન કો. ટેલર
બો. હેનરી ૦૨
બાબર કો. ગુપ્ટિલ
બો. હેનરી ૧૦
સોહેલ કો. હેનરી
બો. સેન્ટનર ૬૩
હાફીઝ કો. મુનરો
બો. ફર્ગુસન ૦૬
શરફરાઝ કો. ટેલર
બો. ગ્રાન્ડહોમ ૦૩
શાદાબ કો. નિકોલસ
બો. સેન્ટનર ૫૪
ફાઇમ કો. સાઉથી
બો. સેન્ટનર ૨૩
આમીર યામીન અણનમ ૩૨
નવાઝ બો. ફર્ગુસન ૨૩
રઇશ કો. ફર્ગુસન
બો. હેનરી ૦૫
વધારાના ૨૩
કુલ (૪૯ ઓવરમાં ઓલઆઉટ) ૨૫૬
પતન : ૧-૧૪, ૨-૧૯, ૩-૩૧, ૪-૫૨, ૫-૫૭, ૬-૧૬૨, ૭-૧૭૧, ૮-૨૦૨, ૯-૨૩૫, ૧૦-૨૫૬
બોલિંગ : સાઉથી : ૯-૦-૪૬-૦, હેનરી : ૧૦-૧-૫૩-૪, ગ્રાન્ડહોમ : ૧૦-૦-૪૮-૧, ફર્ગુસન : ૧૦-૦-૬૪-૨, સેન્ટનર : ૧૦-૦-૪૦-૩