(એજન્સી) તા.ર૭
સુપરસ્ટાર રજનીકાંતે દિલ્હીમાં થયેલી હિંસાને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યા છે. આ હિંસામાં અત્યાર સુધીમાં ૨૭ લોકોના મોત થયા છે અને ૨૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે.રજનીકાંતે કહ્યું કે, કેન્દ્ર સરકારને હિંસા પર કડક કાર્યવાહી કરવી જોઈતી હતી. તેમણે વધુમાં કહ્યું કે, આ કેન્દ્ર સરકારની ખુફિયા તંત્રની વિફલતા છે અને તે કેન્દ્ર સરકારની ખૂબ નિંદા કરે છે.રજનીકાંતે કહ્યું કે, વિરોધ પ્રદર્શનોમાં હિંસા થવી જોઈએ નહી અને જો નાગરિકતા સુધારા કાયદોથી મુસ્લિમોને કોઈ નુકસાન થાય છે તો તે તેમની સાથે છે. તેમણે કહ્યું હતું કે મીડિયા અને રાજકીય વિશ્લેષ્કોનું એક જૂથ તેમને ભાજપ સાથે જોડી રહ્યું છે અને આ સંપૂર્ણપણે ખોટું છે.સુપરસ્ટાર રજનીકાંતે દિલ્હીમાં થયેલ હિંસાને લઇને કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, દિલ્હીમાં ઉપદ્રવિઓએ આટલી બધી હિંસાને અંજામ આપી દીધો જેમાં દિલ્હી પોલીસના હેડ કોન્સ્ટેબલ સહિત ૩૦ લોકોના મોત થઇ ગયા. તેમણે કહ્યું કે, હિંસા સામે કડકાઇથી કાર્યવાહી કરવી જોઇએ.રજનીકાંતે કહ્યું કે, નક્કીરીતે આ કેન્દ્ર સરકારની ગુપ્ત નિષ્ફળતા છે. હું કેન્દ્ર સરકારની કડક નિંદા કરું છું. તેમણે મીડિયાના એક વિભાગ દ્વારા તેનો સંબંધ ભાજપ સાથે જોડવા પર પણ દુઃખ વ્યક્ત કર્યું. તેમણે કહ્યું કે, આમાં કંઇને કંઇક કેન્દ્ર સરકારની ખામી છે. જો તમારાથી હિંસા કાબૂમાં નથી આવતો તો તમારે સત્તા છોડી દેવી જોઇએ. જોકે તેમણે કોઇનું નામ નથી લીધું.અભિનેતાએ ઉત્તર પૂર્વી દિલ્હીમાં થયેલ હિંસાને લઇને કેન્દ્ર સરકારની નિષ્ફળતા ગણાવી. રજનીકાંતે કહ્યું કે, સામાન્ય લોકોની સાથે સાથે દિલ્હી પોલીસ અને આઈબીના પણ જવાનોના મોત થયા છે, આ કોઈ નાની વાત નથી.તેમણે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તરીકે હવાલો આપતા કહ્યું કે જ્યારે ટ્રમ્પ ભારત પ્રવાસે આવ્યા હતા ત્યારે તો સરકારે સાવધાન રહેવું જોઇતુ હતું. આઈબીએ પોતાનું કામ યોગ્ય રીતે ન કર્યું. તેમણે કહ્યું કે હિંસા સાથે કડકાઇથી લડવું જોઇતું હતું. કેન્દ્ર પર કટાક્ષ કરતા તેમણે પણ કહ્યું કે, અમે તમારી પાસે આશા રાખીએ છીએ કે ઓછામાં ઓછું હવે તો સાવધાન થઇ જાય.અભિનેતાએ પણ કહ્યું કે, વિરોધ પ્રદર્શનને હિંસક ન થવું જોઇએ. તેમણે પોતાના જૂના નિવેદનને પણ યાદ કર્યું જેમાં તેમણે કહ્યું હતું કે જો સીએએ મુસ્લિમોને અસર કરે છે તો તેઓ મુસ્લિમો સાથે છે.