(સંવાદદાતા દ્વારા) સુરત તા.૨૭
શહેરમાં ઠેરઠેર કાર્યરત પોલીસ કર્મચારીઓ અને સફાઇ કામદારોની ચિંતા કરી ગુલશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એમના માટે ચા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે.
કોરોના વાઇરસ સામે જાગૃતી લાવવા રાત-દિવસ ફરજ પર હાજર રહેતા સરકારી કર્મચારીઓને ચા-નાસ્તો કરાવતી સામાજિક સંસ્થાઓમાં પણ જાગૃતતાને લઈ સુરત ફરી એકવાર સર્વ ધર્મ એકતાનું પ્રતિક બન્યું છે. લગભગ છેલ્લા ૧૨ દિવસથી એક પછી એક સામાજિક સંસ્થાઓ બહાર આવી રહી છે. કોઈ પાણી તો કોઈ લિબુપાણી તો કોઈ નાસ્તો કે ભોજન સાથે આખો દિવસ ૨-૨ કલાકના અંતરે સુરતના ખૂણે ખૂણે ફરી રહ્યા છે. બસ મારા સુરતવાસીઓ ઘરમાં રહે અને વિશ્વમાં હજારોને ભરખી જનાર કોરોના વાઇરસથી સુરક્ષિત રહે એની જવાબદારી નિભાવતા પોલીસ જવાન, ટીઆરબી જવાન, સરકારી કર્મચારીઓ ભૂખ્યા ન રહે એની ચિંતામાં દોડી રહ્યા છે. સુરત સહિત દેશભરમાં આવા માહામારીના સમયે માનવતાના કામ કરી રહેલી દરેક સંસ્થાઓની લાગણીઓ આજે સુરક્ષા જવાનોને એક મોટું પીઠબળ આપી રહ્યું હોય એમ કહી શકાય છે. આવી એક સંસ્થા ગુલશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રાત્રે ૧૨ વાગ્યાથી વહેલી સવારે ૩ વાગ્યા સુધી રોડ પર સફાઈ કામ કરતા સફાઈ કર્મચારીઓથી લઈ તમામ સુરક્ષા જવાનોને ચા-નાસ્તો અને હલકું ભોજન વિતરણ કરી તમામના દિલ જીતી લીધા છે.