અમદાવાદ, તા.રર
ગુલાબી નગરી જયપુરની અન્ય એક કંપની આવાસ, ફાઈનાન્શિયર્સ લિમિટેડ (આવાસ)એ આઈપીઓ લાવવાનો નિર્ણય કર્યો છે.
આવાસે આઈપીઓની પ્રાઈઝ બેન્ડ ઈક્વિટી શેરદીઠ રૂા.૮૧૮થી રૂા.૮ર૧ છે એની ઓફર રપ સપ્ટેમ્બર, ર૦૧૮ના રોજ ખુલશે અને ર૭ સપ્ટેમ્બર, ર૦૧૮ના રોજ બંધ થશે. ઓફરની સાઈઝ અપર પ્રાઈઝ બેન્ડ પર રૂા. ૧,૭૩૪ કરોડ છે, જેમાં ઈશ્યુ પછી બજાર મૂડીરોકાણ રૂા.૬,૪પ૦ કરોડ છે.છેલ્લા ત્રણ વર્ષમાં આવાસની એયુએમ (એસેટ્‌સ અંડર મેનેજમેન્ટ)માં ૬૯ ટકાના સીએજીઆરના દરે વૃદ્ધિ થઈ છે. જ્યારે નાણાકિય વર્ષ ર૦૧૩-૧૪ અને નાણાકિય વર્ષ ર૦૧૮-૧૯ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં વિતરણમાં ૬પ ટકાના સીએજીઆર પર વૃદ્ધિ થઈ છે, ત્યારે આ ગાળામાં કુલ વિતરણ રૂા. ર,૦પ૧.ર કરોડ હતું. ગૃહ ફાઈનાન્સ, એચડીએફસી, બજાજ ફાઈનાન્સ અને અયુ સ્મોલ ફાઈનાન્સ બેંકની સરખામણીમાં આવાસ માટે લાભદાયક બાબત ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફ્રેન્ચાઈઝી છે. કંપની સતત વૃદ્ધિ દ્વારા પ્રોત્સાહિત છે.