મોડાસા, તા.૮
ધનસુરા તાલુકાના આકરૂન્દ ગામ નજીકથી શનિવારે બપોરના સુમારે બાઈક લઈ પસાર થઈ રહેલ દંપતી લઘુશંકા કરવા બાઈક ઉભું રાખતા બાઈક પર આવેલા બે શખ્શો મહિલા પર તીક્ષ્ણ ઘા ઝીંકી ફરાર થઈ જતા ભારે ચકચાર મચી હતી પત્નીને બચાવવા જતા પતિ પણ ઘાયલ થયો હતો બંનેને લોકોએ સારવાર અર્થે ખસેડ્યા હતા ધનસુરા પોલીસે હુમલાનો ભોગ બનેલ બાયડના મધુરફાર્મમાં રહેતા વિજયગીરી ભુરગીરી ગોસ્વામીએ અજાણ્યા હુમલાખોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી એલસીબી પોલીસે ગણતરીના કલાકોમાં દંપતી પર થયેલ હુમલાનો ભેદ ઉકેલી નાખી ખુદ ફરિયાદી જ આરોપી નીકળતા અને ગૃહ કંકાસમાં પત્નીની હત્યા કરવા બાયડના શખ્શને બે લાખની સોપારી આપી હોવાનું જણાવતા પોલીસ ચોકી ઉઠી હતી હત્યાની સોપારી લેનાર બાયડના વિનોદ ફોગતભાઈ લુહારને અમદાવાદથી દબોચી લીધો હતો હુમલાખોર અમદાવાદના બે સોપારી કિલરની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા હતા
બાયડના સરકારી પુસ્તકાલય સામે મધુરમફાર્મમાં રહેતા અને ઓમકાર કિરાણા સ્ટોર ધરાવતા વિજયગીરી ભુરગીરી ગોસ્વામી તેમની પત્ની પારૂલબેન સાથે વારંવાર ઝગડા થતા હોવાથી અસહ્ય બનેલ ગૃહ કંકાસથી ત્રાસી ઉઠેલા વિજયગીરીએ તેની પત્ની પારૂલબેનનું કાસળ કાઢી નાખવા બાયડના જ વિનોદ ફોગતભાઈ લુહારને સોપારી આપતા વિનોદ લુહારે અમદાવાદના જવાહરચોક નજીક રહેતા અલ્કેશ ભીખાભાઇ બેરવા અને અન્ય એક ગાંડો તરીકે ઓળખાતા શખ્શનો સંપર્ક કરી તીક્ષ્ણ હથિયારથી હત્યા કરવાનો પ્લાન બનાવ્યા હતો હત્યાના પ્લાન મુજબ વિજયગીરી ગોસ્વામી તેની પત્નીને લઈ વતન જવા નીકળ્યો હતો અને આકરૂન્દ નજીક રોડ પર બાઈક ઉભું રાખી પેશાબ કરવા જવાનું બહાનું બનાવી ખેતરમાં ઉભો થઈ ગયો હતો અને પાછળ પારુલબેનની હત્યા કરવા બાઈક લઈને આવી રહેલા સોપારી કીલર અલ્કેશ ભીખા બેરવા અને પાછળ બેઠેલા ગાંડા નામના શખ્શે પારૂલબેન પર તીક્ષ્ણ હથિયારના ઘા આડેધડ વીંઝતા પારૂલબેન બુમાબુમ કરી મુકતા પારૂલબેનને શક ન જાય તે માટે વિજયગીરી બચાવવા વચ્ચે પડતા પ્લાન મુજબ સોપારી કિલરોએ તેને પણ ઈજાઓ પહોંચાડી હતી દંપતી પર હુમલાના પગલે વિજયગીરીએ તેના પરિવાર અને મિત્રોને જાણ કરતા તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી પારૂલબેન અને વિજયગીરીને સારવાર અર્થે દવાખાને ખસેડ્યા હતા જેમાં પારૂલબેન ની હાલત ગંભીર જણાતા મોડાસાની મલ્ટી સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા સમગ્ર મામલે ધનસુરા પોલીસ મથકે ગુન્હો નોંધાયો હતો
ગૃહકંકાસમાં પતિએ પત્નીનું કાસળ કાઢવા બે લાખની સોપારી આપી : બે આરોપી પકડાયા

Recent Comments