બેઠકમાં સુરક્ષા ઉપર ચર્ચા કરાઈ
તા.રર
ગુજરાતમાં ફિલ્મ પદ્માવતના વિરોધમાં થતા દેખાવો મુદ્દે સુરક્ષાને લઈને ગૃહરાજ્યમંત્રી અને ડીજીપી પ્રમોદ કુમાર વચ્ચે બેઠક યોજાઈ હતી અને ગુજરાતમાં સુરક્ષા પર ચર્ચા કરવામાં આવી હતી. સુરક્ષાને સરકારની ચિંતા વધી ગઈ છે. ફિલ્મ પદ્માવતને લઈ ઠેર-ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે પ્રદીપસિંહ જાડેજા અને ડીજીપી વચ્ચે બેઠક યોજાઈ હતી. જેમાં અનેક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં રાજ્યમાં ચાલી રહેલ વિરોધ અને હિંસાને લઈ ચર્ચા કરવામાં આવી હતી.
તોડફોડ અને વિરોધના પગલે શું પગલા ભરવા તે અંગે પણ વિચારણા કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન પ્રમાણે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. રાજ્ય સરકાર શું આગામી પગલાં ભરશે તે અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવશે.