(સંવાદદાતા દ્વારા) અમરેલી, તા.૧૯
અમરેલીમાં થોડા સમય પહેલાં સગીરા ઉપર થયેલ ગેંગરેપ કેસમાં આરોપીઓ વિરૂદ્ધ કોર્ટમાં કેસ ચાલુ હોઈ, ત્યારે ભોગ બનનાર સગીરાના પિતાને આ કેસમાં સમાધાન કરવા ૧૦થી ૧૨ લાખ રૂપિયાની આરોપીઓના વકીલે લાલચ આપતા ભોગ બનનાર સગીરાના પિતાએ ના પાડતા વકીલે જાનથી મારી નાખવાની ધમકી આપતા સીટી પોલીસમાં વકીલ સામે ફરિયાદ નોંધાવતા ચકચાર જાગેલ છે. મળતી વિગતો અનુસાર અમરેલીમાં અંદાજે ૬ માસ પહેલા એક સગીરા ઉપર ગેંગ રેપ કરવા સબબ પાંચ શખ્સો સામે સીટી પોલીસમાં સગીરાએ ફરિયાદ નોંધાવેલ હતી જે કેસમાં આરોપીઓ જેલમાં હોઈ અને કોર્ટમાં કેસ ચાલુ હોઈ આરોપીઓના વકીલ વિજયભાઈ લચ્છા એ ભોગ બનનાર ના પિતા મહેન્દ્રભાઇ ઉર્ફે ભાણાભાઇ નટવરલાલ સેલાણીને ગત તા.૨૨/૧૨/૨૦૧૯ ના બપોરના સમયે બસ સ્ટેશન પાસે આંબેડકરના પૂતળા પાસે મળ્યા હતા અને વકીલ વિજયભાઈ લચ્છા એ સમાધાન કરવા ૧૦ થી ૧૨ લાખ આપવાની લાલચ આપતા મહેદ્રભાઈ એ ના પાડતા વકીલે કહેલ કે હવે તમે કેમ જીવતા રહો છો તેવી ધમકી આપતા વકીલ વિજયભાઈ લચ્છા સામે સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ગેંગરેપ કેસમાં આરોપીઓના વકીલની પીડિતાના પિતાને મારી નાખવાની ધમકી

Recent Comments