અમદાવાદ, તા.૯
શું તમે તમારા દિકરાને ફોન ગેમ રમવા આપો છો ? શું તમે ફોનના કવરમાં રોકડ રપિયા મૂકો છો ? જો હા તો ચેતી જજો. કેમ કે અમદાવાદ શહેરમાં એક બાળક તેના પિતાનો ફોન લઈને ગેમ રમી રહ્યો હતો ત્યારે લૂંટના ઈરાદે આવેલા ત્રણ લૂંટારૂઓએ બાળકના હાથમાંથી ફોન ઝૂંટવીને બાળકને ધક્કો મારીને ભાગી ગયા હતા. જો કે, ફોનન કરવામાં મૂકેલી રોકડ રકમ પણ ફોનની સાથે લૂંટીને જતા રહ્યા હતા. જો કે, પોલીસે ત્રણેય લૂંટારૂઓને પકડી પાડી જેલનાં હવાલે કર્યા છે.
વિગતવાર વાત કરીએ તો રામોલ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને જેમાં ફરિયાદીનો પુત્ર રામોલ રિંગ રોડથી ગત્રાડ ગામ તરફ જતા રોડ પર આવેલા ફરિયાદીના ખેતરમાં ચાલી રહેલી સાઈડની સામે જાહેરમાં બાળક મોબાઈલમાં ગેમ રમી રહ્યો હતો, ત્યારે આરોપીઓ ત્યાં આવી બાળક પાસેથી મોબાઈલ લૂંટી ફરાર થઈ ગયા હતા. મોબાઈલની પાછળ કવરમાં ૫૦૦૦ હજાર રૂપિયા પણ હતા અને ફરિયાદ બાદ પોલીસે તપાસ શરૂ કરી અને રીક્ષા નંબરના આધારે આરોપી શાહબાજ ખાન પઠાણ, અનવર શેખ, અને જાવેદ મન્સૂરી આમ ૩ લોકોને રામોલ વિસ્તારમાંથી પકડી કાર્યવાહી શરૂ કરી છે.
પોલીસે આરોપીઓ પાસેથી મુદ્દામાલ અને રીક્ષા પણ કબ્જે કરી છે. પોલીસે આરોપીઓ સામે અન્ય કોઈ ગુનાઓ નોંધાયા છે કે, કેમ અને આ ગેંગમાં અન્ય કોઈ સામેલ છે કે, કેમ તે તમામ દિશામાં કાર્યવાહી શરૂ કરી છે.