(એજન્સી) તા.ર૦
અમેરિકાના વિદેશમંત્રી માઈક પોમ્પિયોની પેલેસ્ટીન અને સીરિયા તરફથી સખત ટીકા કરવામાં આવી રહી છે. કારણ કે તેમણે જાહેરમાં ગેરકાયદેસર કૃત્ય કરતા તે યહુદી વસ્તીની મુલાકાત લીધી જે ગેરકાયદેસર રીતે પેલેસ્ટીન જમીન પર વસાવવામાં આવી છે. વેસ્ટ બેંકમાં સ્થિત આ વસ્તીનો પ્રવાસ કરવાની સાથે જ માઈક પોમ્પિયોએ ત્યાં સ્થિત દારૂના કારખાનામાં બનતું દારૂ પીધો. પોમ્પિયોએ જે કૃત્ય કર્યું છે તેઓ પહેલા કોઈ અન્ય અમેરિકન વિદેશમંત્રીએ કર્યું નથી. પોમ્પિયો ગોલાન હાઈટસના વિસ્તારમાં પણ ગયા જે સીરિયાનો વિસ્તાર છે પરંતુ ગેરકાયદેસર રીતે તેની પર ઈઝરાયેલે કબજો કરી રાખ્યો છે. પોમ્પિયોએ જે યહુદી વસ્તીની મુલાકાત લીધી તે બીરા નામના વિસ્તારમાં સ્થિત છે અને પ્રવાસ સમયે આ વિસ્તારમાં પેલેસ્ટીનીઓને અને ઈઝરાયેલી સૈનિકોની અથડામણો થઈ છે. પેલેસ્ટીની તંત્રએ આ પ્રવાસની સખત શબ્દોમાં ટીકા કરી અને જણાવ્યું કે આ આંતરરાષ્ટ્રીય કાયદાઓનું ખુલ્લું ઉલ્લંઘન છે. તુર્કીના વિદેશ મંત્રાલયના નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે સંયુક્ત રાષ્ટ્ર સંઘના પ્રસ્તાવોમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે પેલેસ્ટીની જમીનો પર ઈઝરાયેલી વસ્તીઓનું નિર્માણ સંપૂર્ણપણે ગેરકાયદેસર છે તેમાં એક સુરક્ષા પરિષદનો પ્રસ્તાવ ર૩૩૪ છે જેનો એક કાયમી સભ્ય પોતે અમેરિકા છે તુર્ક વિદેશ મંત્રાલયે જણાવ્યું કે આ પ્રવાસ ઈઝરાયેલના ગેરકાયદેસર કૃત્યોને માન્યતા આપવાનો પ્રયાસ છે. સીરિયાના વિદેશ મંત્રાલયે પોમ્પિયોના આ પ્રવાસની સખત ટીકા અને તેને સીરિયાની સંપૂર્ણતાનું ઉલ્લંઘન અને ઉશ્કેરણીજનક કાર્યવાહી જાહેર કરી. સીરિયન વિદેશ મંત્રાલયે વિશ્વ સમુદાય અને સંયુક્ત રાષ્ટ્ર સંઘને માંગ કરી કે આ પ્રવાસની ટીકા કરે કારણ કે આ સુરક્ષા પરિષદના પ્રસ્તાવ ૪૯૭નું ઉલ્લંઘન છે જેમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે ગોલાન હાઈટસનો વિસ્તાર સીરિયનો છે તેની પર ઈઝરાયેલનો કબજો સ્વીકાર કરી શકાતો નથી.