ધોરાજી,તા.ર૧
ધોરાજી ઉપલેટા અને જામકંડોણા પંથકમાં ભાદર વેણું મોજ સહિતની નદીઓમાંથી ગેરકાયદે ખનીજ ખનન અને ખનીજખોરોએ માથું ઉકકતા ધોરાજી પ્રાંત અધિકારી, તુષાર જોશીએ આવી ગેરકાયદે પ્રવૃતિઓ ડામી દેવા માટે ખાસ અધિકારીઓને રાત્રી દરમ્યાન ફરજ સોંપી ખાસ ઝુંબેશ ચલાવવા આદેશ કરતા ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.
તા.૧૯-૪-૧૮થી રપ-૪-૧૮ દરમ્યાન રાત્રીના ૯થી પ કલાક સુધી ખાસ અધિકારીની ટીમ બનાવી છે જે ધોરાજી ઉપલેટા અને જામકંડોરણા પંથકમાં કાર્યરત રહેશે. રાત્રી દરમ્યાન કોઈપણ નાગરિક આ ત્રણ તાલુકામાં કયાંય અનઅધિકૃત રીતે ખનીજ ખનન થતું હશે તેની માહિતી નિઃસંકોચ આપી શકે અને તાત્કાલિક એકશન લેવાઈ તે માટે ત્રણેય તાલુકામાં ટીમ સજજ કરી છે.ઉપરોકત ટીમ મામલતદારોના માર્ગદર્શન હેઠળ તા.૧૯થી રપ ખાસ ઝુંબેશ ચપાવશે. અને રાત્રીના કોઈ અરજદારની ફરિયાદ અન્વયે તાત્કાલિક અસરથી કાર્યવાહી કરે અને ખનીજ ચોરી અટકાવે તે માટે પ્રાંત અધિકારી તુષાર જોશીએ ખાસ હુકમો બજાવ્યા હતા.