(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૨
પોતાનો અવાજ દબાવવા માટે કોઇ તેમની હત્યા કરી નાખશે તેવો પ્રવિણ તોગડિયાએ કેટલાક દિવસ પહેલા ભય દેખાડતા વિશ્વ હિંદુ પરિષદના નેતાએ તેમના પર ગેરશિષ્તનો આરોપ મુકતા કહ્યું છે કે તેમની આ હરકતને ચલાવી લેવામાં નહીં આવે. કેટલાક દિવસ પહેલા દિવસે ગુમ થયા બાદ રાતે અર્ધબેભાન હાલતમાં મળી આવેલા તોગડિયા હોસ્પિટલમાં દાખલ થયા હતા અને ભાનમાંઆવ્યા બાદ તેમણે પોતાની હત્યાનો ભય દેખાડ્યો હતો. પત્રકાર પરિષદમાં રડતા રડતા તેમણે કહ્યું હતું કે, દશકો જુના કેસમાં મને ફસાવવામાં આવે છે અને મારો અવાજ દબાવવાના પ્રયાસ થઇ રહ્યા છે.રાજસ્થાન પોલીસ મારી ધરપકડ કરવાઆવી હતી પરંતુ કોઇએ મને કહ્યું કે, મારૂ એન્કાઉન્ટર કરવાની યોજના છે. આ દરમિયાન વીએચપીના વરિષ્ઠ નેતા સ્વામી ચિન્મયાનંદે કહ્યું કે, તોગડિયાએ ગેરશિષ્ત દેખાડ્યું છે અને અમે તેમને બહારનો રસ્તો દેખાડીશું. ચિન્મયાનંદે ટોચની સમાચાર એજન્સીને કહ્યું કે, તોગડિયાને બહારકરવા માટે સંગઠનના મોટાભાગના નેતાઓ સહમત છે. તેમનો તાજેતરનો વ્યવહાર ગેરશિષ્તનો પુરાવો છે. સંગઠનમાં કોઇપણ કાળે આવી બાબત ચલાવી લેવાશે નહીં. બીજી તરફ વીએચપીના મહાસચિવ ચંપત રાયે કહ્યું કે, કોણ કહે છે કે, તોગડિયાને કોરાણે મુકી દેવાયા છે તેઓ અમારા અને સમાજ માટે માનનીય છે. દેશ ભયના ઓથાર તળે છે તે અંગે સવાલ કરતા શિવસેનાએ ભાજપ પર પ્રહારોકરતા પીએમ મોદી અને અમિત શાહને પૂછ્યું હતું કે, તેઓ વીએચપી નેતા પ્રવિણ તોગડિયાની હત્યા અંગેના દાવાનો ખુલાસો કરે. સંપાદકીયમાં સામનાએ એમ પણ કહ્યું હતું કે, તોગડિયા વિનાયક દામોદર અને બાલ ઠાકરે જેવા નેતા છે અને તેમને અમે જાહેરમાં આસું વહાવતા જોઇ શકતા નથી. જો હિંદુત્વ ભયમાં અને આતંકિત હોય તો મોદી અને અમિત શાહે ખુલાસો કરવો જ જોઇએ.