ગોંડલ, તા.૧
ગત. તા.૧૫/૦૨/૨૦૧૯ના રોજ ગોંડલમાં સરકારી હોસ્પિટલ સામે ખાડામાં રહેતી બાવાજી યુવતી આરતીબેન ડૉ.ઓ. રાજુભાઇ ગોસ્વામીની આરોપી ઇમરાન ઉર્ફે ઇમલો કરીમભાઇ કટારિયાએ આરતીબેનને પિસ્ટલથી ગોળી મારી તેની હત્યા કરી હતી. જેથી આરતીબેનના ભાઇ પરેશભાઇ ઉર્ફે પરીયો રાજુભાઇ ગોસ્વામી રહે.ગોંડલ વાળાએ પોલીસમાં ફરિયાદ આપતા ગોંડલ સિટી પોલીસ સ્ટેશને તા.૨૧/૦૨/૨૦૧૯ના રોજ ગુનો રજિસ્ટર કરવામાં આવેલ હતો અને તે ગુનામાં આરોપી ઇમરાન ઉર્ફે ઇમલો કરીમભાઇ કટારીયા રહે.ગોંડલ વાળાને પોલીસે અટકાયત કરી હતી.
બાદ ગુનાના અન્ય આરોપીઓ ગુનો કર્યા બાદ ભાગતા ફરતા હતા. દરમ્યાન પોલીસને બાતમી મળેલ કે આ ગુનાના ભાગતા ફરતા આરોપીઓ આજ રોજ ગોંડલ ખાતે આવનાર છે. તેવી ચોકકસ બાતમી હોય જેથી પોલીસે ગોંડલ વોરા કોટડા રોડ ઉપર વોચ ગોઠવી જુનેદ ઉર્ફે જુનિયો આરીફભાઈ દયાલા, સબીર ઉર્ફે સવુબાપુ ઉર્ફે બાપુડી અશરફભાઈ નાગાણી અને નુરમહમદ ઉર્ફે વજન રજાકભાઈ પાડેલાન ધરપકડ કરી હતી.