નોટો ગણવા માટે બેંકમાંથી કાઉન્ટીંગ મશીનો મંગાવવા પડ્યા
(સંવાદદાતા દ્વારા)
ગોધરા, તા.ર૮
નોટબંધીના ચાર વર્ષ પૂરા થઈ ગયા પણ હજુ જૂની નોટોની નવા જૂની થતી હોવાની શંકા સેવાઈ રહી છે કેમ કે ગોધરામાં મંગળવારે રૂા.૪.૭૬ કરોડની રૂા.પ૦૦ અને રૂા.૧૦૦૦ના દરની જૂની નોટો ઝડપાતા ખળભળાટ મચી ગયો છે. ગુજરાત એટીએસ અને મરીન ટાસ્ક ફોર્સે મળીને નકલી નોટો પકડવાનું સૌથી મોટું ઓપરેશન પાર પાડી કરોડો રૂપિયાની નકલી નોટો સાથે બે આરોપીને ઝડપી પાડ્યા છે. વિગતવાર વાત કરીએ તો પંચમહાલના ગોધરાના પશ્ચિમ વિસ્તારમાં આવેલા મહોમ્મદી સોસાયટીના બંધ મકાનમાંથી પોલીસે ૪,૭૬,૮૧,૫૦૦ની જૂની ૫૦૦-૧૦૦૦ની નોટો ઝડપી છે. આ સાથે ૨ આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે. નોટોની ગણતરી કરવા માટે બેંકમાંથી કાઉન્ટીગ મશીનો પણ મંગાવવામાં આવ્યાં હતાં. પોલીસે બેંકના સ્ટાફની હાજરીમાં નોટોની ગણતરી હાથ ધરી હતી. આટલા મોટા પ્રમાણમાં જૂની ચલણી નોટો ઝડપાતા ચકચાર મચી જવા પામી છે. જો કે, આ નોટો ક્યાંથી આવી અને કોનું મકાન છે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એ.ટી.એસ. અમદાવાદ નાઓની ગુપ્ત સુચના આધારે અને પોલીસ અધિક્ષક ડો.લીના પાટીલ પંચમહાલ ગોધરાઓના માર્ગદર્શન આધારે પોલીસ ઇન્સ્પેકટર કે.પી.જાડેજા એસ.ઓ.જી. ગોધરાએ ગોધરા શહેર બી-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ધંત્યા પ્લોટ ખાતેથી ઇન્ડીકા ગાડી નં.જી.જે. ૧૮ એવી ૬૬ માથી તથા ઇદ્રીશ સુલેમાન હયાત ના રહેણાંક મકાનમાંથી સરકાર દ્વારા વપરાશમાં બંધ કરાયેલ ભારતીય બનાવટની નોટો જથ્થો રૂા. ૪,૭૬,૮૧,૫૦૦/- આરોપીઓ સાથે પકડી પાડયો હતો. આજરોજ એ.ટી.એસ. અમદાવાદ તરફથી મળેલ ગુપ્ત સુચના આધારે પોલીસ અધિક્ષક ડૉ. લીના પાટીલ પંચમહાલ ગોધરા નાઓના માર્ગદર્શન આધારે પોલીસ ચોકી નંબર ૭ની પાછળના ભાગે આવેલા મેડ સર્કલથી ગરનાળા બાજુ જતા રોડ ઉપર ફારુક ઇશાક છોટા ની ટાયર ની દુકાન છે ત્યા તે દુકાન પાસે એક સફેદ કલરની ઇન્ડીકા ગાડી નં.જી.જે. ૧૮ એવી ૩૬૬૬ -ની ઉભેલી છે અને તે ઇન્ડીકામા ઇદ્રીશ સુલેમાન હયાત અને તેનો પુત્ર જુબેર ઇદ્રીશ હયાત તથા ફારુક ઇશાક છોટા આ ત્રણેય (રહે.ગોધરા જી.પંચમહાલ) સાથે મળી કોઇ મોટા જથ્થામાં ભારતીય બનાવટની ચલણી નોટોનો ગેરકાયદેસર વહીવટ કરી રહ્યા છે જે બાતમી આધારે તે જગ્યાએ જઇ તપાસ કરતા ફારૂક ઇશાક છોટાનો મળ્યો હતો અને તેના કબજામાંથી એક હજારના દરની સરકાર દ્વારા બંધ કરાયેલી એક હજારના દરની નોટોના બંડલ નંગ -૦૫ મળી આવ્યા હતા અને વધુ પૂછપરછ કરી તેને સાથે રાખી ઇદ્રીશ સુલેમાન હયાત અને તેનો પુત્ર જુબેર ઇદ્રીશ હયાતની તપાસ કરતા ઇદ્રીશ સુલેમાન હયાત નાસી ગયેલો અને તેનો પુત્ર જુબેર ઇદ્રીશ હયાત ગાડીમાં હાજર મળ્યો હતો અને ઇન્ડીકા ગાડીમા તથા તેના ઘરમાં ઝડતી તપાસ કરતા ભારત સરકાર દ્વારા સને -૨૦૧૬ની સાલમાં રદ કરાયેલી ભારતીય બનાવટની ચલણી નોટો ન .૧૦૦૦ ના દરની નોટો નંગ -૯૩૧૨ તથા રૂા. ૫૦૦ના દરની નોટો નંગ -૭૬૭૩૯ મળી કુલ રકમ ..૪,૭૬,૮૧,૫૦૦ / – મળી આવતા બે આરોપીઓને પકડવામાં આવી છે.
Recent Comments