ગોધરા, તા.૧૪
ગોધરા ખાતે આવેલ ગોધરા સોશિયલ ગ્રુપ દ્વારા પ્રાંત અધિકારી વી.આર. સક્સેનાના હસ્તે ગોધરાના જાણીતા ડોક્ટર અનવર કાચબા અને ડોક્ટર ઈકરામ જમનુંનું ગોધરા મેડિકલ એસોસિએશન દ્વારા સન્માન કરાયું હતું.
ડોક્ટર અનવર કાચબા અને ડોક્ટર ઈકરામ જમનું દ્વારા પોતાની અને પોતાના પરિવારની ચિંતા કર્યા વગર પોતાના જીવને જોખમમાં મૂકી લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરી અને કોરોના જેવા ભયાનક રોગથી લોકો કઈ રીતે બચી શકે તેની સતત ચિંતા કરી પોતાની ફરજ બજાવી હતી.
ગોધરા મુસ્લિમ સમાજ દ્વારા ગોધરાની આદમ મસ્જિદ ખાતે કોવિડ-૧૯ને લઇ અલ-હયાત હોસ્પિટલ ચાલુ કરવામાં આવી છે જે હોસ્પિટલ શરૂ કરવામાં ડોક્ટર અનવર કાચબા દ્વારા મહત્ત્વની ભૂમિકા ભજવી છે અને હાલ ખડે પગે સેવા આપી રહ્યા છે અને લોકોને કોવિડ-૧૯ વિશે જાગૃત કરી અને કોરોના સામે કઈ રીતે લડી શકાય તેના માટે જાગૃત કરી રહ્યા છે તે બદલ તેઓનું પ્રશસ્તિ પત્ર અર્પણ કરી સન્માન કર્યું હતું.
જ્યારે ડોક્ટર ઈકરામ જમનું મેડિકલ ઓફિસર સિવિલ હોસ્પિટલ ગોધરા દ્વારા કોવિડ-૧૯માં સિવિલ હોસ્પિટલ ખાતે કોઈ પણ નાત-જાત ધર્મને જોયા વગર પોતાની અને પોતાના પરિવારની ચિંતા કર્યા વગર પોતાના જીવને જોખમમાં મૂકી લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરી અને કોરોના જેવા ભયાનક રોગથી લોકોની પોતાની ફરજ સાથે સેવા કરી અને લોકો કોવિડ-૧૯થી કઈ રીતે બચી શકે તેની સતત ચિંતા કરી પોતાની ફરજ બજાવી હતી તે બદલ તેઓનું સિવિલ સર્જન એમ.પી. સાગરના હસ્તે પ્રશસ્તિ પત્ર આપી સન્માન કરાયું હતું.