(એજન્સી) પણજી, તા.ર૬
ગોવામાં ગૌમાંસના સમર્થનમાં ભાજપના ધારાસભ્યએ વિધાનસભામાં મુદ્દો ઉઠાવતા કહેવાતા ગૌરક્ષકો વિરૂદ્ધ પ્રહાર કર્યા હતા. માઈકલ લોબોએ પોતાની સરકારને વહેલીતકે ગોવામાં મીટ કોમ્પલેક્સ અને કસાઈખાના ખોલવાની અરજી કરી હતી.
ગોવામાં ગૌમાંસની અછત મુદ્દે તેમણે કહ્યું કે હું કહેવાતા ગૌરક્ષકોનો આદર કરું છું પરંતુ ગોવામાં મોટી સંખ્યામાં લોકો બીફ ખાય છે તે તમે રોકી શકો નહીં. કેટલાક કહેવાતા ગૌરક્ષકો રાજ્યની સરહદેથી ગૌમાંસના પ્રવેશને રોકી રહ્યા છે. ગોવા મીટ કોમ્પલેક્ષ બંધ છે. આ અંગે આપણે નિષ્ફળ ગયા છીએ. સહેલાણીઓ અહીં બીફ આરોગવા આવે. ગોવામાં ઘણા લોકો તેને આરોગે છે. અહીં ગૌમાંસની અછત છે.
નોંધનીય છે કે ગોવામાં લોકો શોખથી ગૌમાંસ ખાય છે. ભાજપ પણ ગોવામાં ગૌમાંસના સમર્થનમાં છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેની અછતને કારણે વિવાદ ચાલુ છે. સંભાવના છે કે ટૂંક સમયમાં ગોવામાં ગૌમાંસ અને કસાઈખાનાને મંજૂરી મળશે.