શહેરા, તા.૪
શહેરા ખાતે વલ્લભપુરના આઠ જેટલા યુવાનો આત્મવિલોપનનો પ્રયાસ કરે તે પહેલા તેમને પોલીસ દ્વારા રોકવામાં આવ્યા હતા. યુવાનોનો આક્ષેપ છે તંત્ર દ્વારા ખોટી નોંધો ગૌચરની જમીનમાં પાડવામાં આવી છે. શહેરા નગરમાં આવેલા સેવાસદન ખાતે સવારથી પોલીસનો બંદોબસ્ત હતો. વલ્લભપુર ગામના આઠ યુવાનો આત્મવિલોપન કરવાના લઈને તંત્ર દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલ હતો. ફાયર સહિતના વિભાગ પણ આવી પહાેંચેલ હતા. આરોગ્ય વિભાગ પણ ત્યા હાજર હતું. હાલમાં તે આઠ યુવાનો પેટ્રોલ લઈને આત્મવિલોપનનો પ્રયાસ કરે તે પહેલાં પોલીસ દ્વારા પકડી લેવામાં આવ્યા હતા. જરૂરી કાર્યવાહી કરવામાં આવેલ હતી.