(એજન્સી) કોડરમા તા. ૧૮
ઝારખંડના કોડરમા જિલ્લામાં બીફ પીરસવાની આશંકાને લઈ ટોળું બેકાબુ થઈ ગયું હતું. ટોળાંને જે ઘરે બીફ પીરસવાને લઈ સૂચના મળી હતી. તે એ પરિવારના મુખ્યાની જાન લેવા પર ઉતારું થઈ ગયા હતા. ગુસ્સામાં ટોળાએ હુમલો કર્યો અને આ દરમિયાન કેટલાંક ઘરો અને ધાર્મિક સ્થળો પર તોડફોડ કરીને આગ ચાંપી હતી. ત્યારબાદથી ત્યાં તણાવની સ્થિતિ છે. જાણકારી મળ્યા બાદ પોલીસ આ અંગે તપાસ કરી રહી છે.
આ ઘટના ડોમચાચના નાવડીહ ગામની છે. મંગળવારે સવારે મુસ્લિમ સમુદાયના દરજી જુમ્મન મિયાને ટોળાએ ઢોરમાર માર્યો હતો. ગામના લોકોએ સાથે કેટલાંક ઘરો ધાર્મિક સ્થળો અને તેમના વાહનોને પણ નુકશાન પહોચાડ્યું હતું. આ આખો હોબાળો એ માટે થયો કારણ કે ટોળાને આશંકા હતી કે, સોમવારે રાતે જુમ્મનના પુત્રના રિસેપ્સનમાં મહેમાનો માટે બીફ પીરસવામાં આવ્યું હતું.
ત્યાંજ પીડિતનું કેહવું છે કે, મેનુમા માત્ર માછલી અને ચિકન હતું. ઢોરમાર મારવાથી તેમને ઇજા થઇ છે અને તેઓને રાંચીના રિમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મંગળવારે સવારે કેટલાંક લોકોએ જુમ્મનના ઘરની પાછળના મેદાનમાં કેટલોક એઠવાડ અને હાડકાઓ જોયા હતા. દાવો કરવામાં આવ્યો કે, આ બધો એઠવાડ પુત્રના રિસેપ્સનની પાર્ટીમાં બચેલો એઠવાડ છે.
ગામના લોકો આ વાત જાણવાથી ભડકી ગયા અને જુમ્મનના ઘરે પહોંચી ગયા, અને તેના ઘરે જઈને બધી વસ્તુઓ બહાર ફેંકી દીધી ગૌવંશની હત્યા અને તેનું માંસ પીરસવા બદલ ટોળાએ આશરે ૨૧ વાહનોને આગ ચાંપી હતી. અને ૧૬ ઘરોને નુકશાન પહોચાડ્યું હતું. હોબળા દરિમયાન કોઈ શખ્સે પોલીસને ફોન કર્યો જાણકારી મળવા પર પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી. પરંતુ પોલીસ પણ જુમ્મનને બચાવવા નિષ્ફળ રહી હતી. બચાવ કરવા જતાં પોલીસને પણ ઇજા થઇ હતી. ટોળાને કાબુમાં લેવા પોલીસને લાઠીચાર્જ કરવો પડ્યો હતો.