(એજન્સી) તા.૮
રાષ્ટ્રીય કામધેનુ આયોગના અધ્યક્ષ વલ્લભભાઇ કથીરિયાએ જણાવ્યું છે કે કોઇ પણ જાતની ફી વગર વાર્ષિક ધોરણે ગૌવિજ્ઞાન પરીક્ષાનું આયોજન કરશે.આ કામધેનુ ગૌવિજ્ઞાન પ્રચાર પ્રસાર પરીક્ષામા ંપ્રાથમિક, માધ્યમિક અને કોલેજ સ્તરના વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકો નિઃશુલ્ક ભાગ લઇ શકશે. કથીરિયાએ જણાવ્યું હતું કે ૨૫, ફેબ્રુ.ના રોજ ગૌવિજ્ઞાન પર રાષ્ટ્રવ્યાપી ઓનલાઇન પરીક્ષા યોજાશે.ગાયો પરની રેફરન્સ બુક્સ, અભ્યાસક્રમ અને અન્ય સાહિત્ય રાષ્ટ્રીય કામધેનુ આયોગની વેબસાઇટ પર સૂચવવામાં આવશે જે પરીક્ષાર્થીને પરીક્ષા માટે તૈયાર થવામાં મદદરુપ નિવડશે.સત્તાવાર વેબસાઇટ પર બ્લોગ, વિડિયો અને અન્ય ચુનંદી વાંચન સામગ્રી અપલોડ કરવામાં આવશે. વૈજ્ઞાનિકો, ઉદ્યોગ સાહસિકો, ગૌસેવકો, કિસાનો ,યુવાનો અને મહિલાઓ તેમજ વરિષ્ઠ નાગરીકો આ મેગા ઇવેન્ટને ભવ્ય સફળતા અપાવવા સક્રિય રીતે કામ કરશે એવું મંત્રાલયે જણાવ્યુ ંહતું.વલ્લભભાઇ કથીરિયાએ જણાવ્યું હતું કે ગાય એ એક પ્રકારનું વિજ્ઞાન છે જેને તપાસવાની જરુર છે.ગાય દેશની પાંચ ટ્રિલીયન ઇકોનોમિમાં મહત્વની ભૂમિકા ભજવે છે.આ પરીક્ષા હિંદી, અંગ્રેજી ઉપરાંત ૧૨ પ્રાદેશિક ભાષામાં પણ યોજાશે. કામધેનુ ગૌવિજ્ઞાન પ્રચાર પ્રસાર પરીક્ષા ઓનલાઇન યોજાશે જેમાં હિંદી, અંગ્રેજી અને ૧૨ પ્રાદેશિક ભાષાઓમાં ૧૦૦ જેટલા પ્રશ્નો હશે.પરીક્ષાનો સમય એક કલાકનો હશે અને તેમાં ચાર કેટેગરી હશે એવું તેમણે જણાવ્યું હતું.
Recent Comments