વડોદરા, તા.૨૨
વડોદરા નજીક આવેલા કપુરાઈ ગામમાં છેલ્લાં ૧૮ વર્ષોથી તળાવ અને આંગણવાડી પાસે અવારનવાર સર્જાતી પાણી લીકેજની સમસ્યા નું નિરાકરણ નહીં આવતાં ગ્રામજનોને મ્યુ.કમિશનરને આવેદનપત્ર આપી સમસ્યાના ત્વરિત નિરા કરણ કરવા માંગ કરી હતી. વડોદરા નજીક આવેલું કપુરાઈ ગામ જેનો ૨૦૦૨માં વડોદરા મહાનગર પાલિકામાં સમાવેશ કરાયો. પરંતુ, આજદિન સુધી કપુરાઈ ગામ વિકાસથી વંચિત રહ્યું હોવાના ગ્રામજનોએ આક્ષેપ કર્યા છે. કપુરાઈ ગામનો પાલિકામાં સમાવેશ કર્યા બાદ ૧૮ વર્ષ થઈ ગયા તેમ છતાં તળાવમાં સર્જાયેલી ગંદકીની સાફસફાઈ, આંગણવાડી પાસે વારંવાર પાણી લીકેજની સમસ્યા તેમજ સ્મશાન માટેની સુવિધા માટે અનેકો વખત રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં સમસ્યાઓનું નિરાકરણ કરવામાં નહીં આવતા આજરોજ યુવા જનજાગૃતિ પાર્ટીના મધ્યગુજરાત મહિલા મોરચા પ્રમુખ અક્ષીતાબા સોલંકી અને અશ્વિનસિંહ પઢિયારની આગેવાનીમાં ગ્રામજનો વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરીએ પહોંચ્યા હતા અને મ્યુ.કમિશનરને આવેદનપત્ર આપી સમસ્યાના નિરાકરણ કરવા અંગે રજૂઆત કરી હતી. જો સમસ્યાનું નિરાકરણ કરવામાં નહીં આવેતો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ગ્રામજનોએ ઉચ્ચારી છે.
ગ્રામજનો દ્વારા મ્યુનિ. કમિશનરને આવેદન વડોદરાના કપુરાઈ ગામમાં ૧૮ વર્ષોથી સર્જાતી પાણી લિકેજની સમસ્યાનું નિરાકરણ લાવવા માંગ

Recent Comments