(એજન્સી) તા.૬
ગ્રીસના પાટનગર એથેન્સમાં ૧૪ વર્ષના વિવાદ અને નોકરશાહી વિલંબ પછી તેની પ્રથમ મસ્જિદ ખોલવામાં આવશે, સ્થાનિક મીડિયાનો અહેવાલ સોમવારે મસ્જિદને ઈબાદત ગુઝારો માટે ખોલવામાં આવી હતી, તેમ છતા મસ્જિદના ઉદઘાટનની પ્રાર્થનાઓ શારીરિક અંતરના પગલાને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હતી, કારણ કે શહેરમાં કોવિડ-૧૯ના કેસોમાં વધારો થઈ રહ્યો છે. શિક્ષણ અને ધાર્મિક બાબતોના મંત્રાલયે સોમવાર મોડી સાંજે એક પ્રેસ રિલીઝમાં આ ઉદઘાટનની જાહેરાત કરી હતી, જેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે હાલના સંજોગોમાં એક સમયે માત્ર ૧૦ લોકોને મસ્જિદમાં નમાઝ પઢવાની મંજૂરી આપવામાં આવશે. એએફપીએ જણાવ્યું એવું કહેવાય છે કે ઉસ્માની યુગમાં બનેલી તે એક માત્ર મસ્જિદ છે અને હવે તે ગ્રીસમાં કાર્યરત છે જે તુર્કી સાથેના સરહદ વિસ્તારમાં સ્થિત છે. એવું કહેવાય છે કે તુર્કીની સરહદ પર લગભગ ૧,પ૦,૦૦૦ મુસ્લિમોની લઘુમતી છે. એવું કહેવાય છે કે આ મસ્જિદનું નિર્માણ રાજયના ભંડોળ દ્વારા કરવામાં આવ્યું છે અને ર૦૧૯ સુધીમાં નિર્માણ કામ પુરૂં થઈ ગયું હતું અને તેમાં ૩પ૦ લોકોને સમાવવાની ક્ષમતા છે. મંત્રાલય અનુસાર, ઘણા વર્ષો સુધી વિરોધ થયા પછી, તાજેતરના મહિનાઓમાં ઉદઘાટનમાં વધુ વિલંબ થયું હતું, તેનું કારણ કોવિડ-૧૯ રોગચાળાને રોકવા માટેના પ્રતિબંધો છે. એએફપીએ જણાવ્યું અભિયાન ચલાવનારા લોકોમાંથી એક વ્યકિતએ કહ્યું કે તેઓ મહિનાઓથી તેના ઉદઘાટનની રાહ જોઈ રહ્યા છે, પણ અમને ચોક્કસ તારીખ ખબર નહોતી. વર્ષોથી એથેન્સના ફલેટોમાં સેલરમાં અને છતની છાંવમાં અસંખ્ય કામચલાઉ મસ્જિદો બનાવવામાં આવી હતી. જેને રાજયએ સંચાલનની મંજૂરી (પરમીટ) આપીને નિયમન કરવાનો પ્રયાસ કર્યો હતો. ગ્રીસમાં લગભગ ૬,પ૦,૦૦૦ મુસ્લિમો વસવાટ કરે છે. એથેન્સમાં તેમની બહુમતી છે. મોટા ભાગના પરપ્રાંતિયો છે જેઓ દેશમાં છેલ્લા ર૦ વર્ષના સમયગાળા દરમ્યાન આવ્યા હતા.