(એજન્સી) તા.૧૮
યુએઈમાં વસતા યહૂદી સમુદાયના એક નેતાએ કહ્યું હતું કે, ઘણા અમીરાતી ઈઝરાયેલની મુલાકાત લેવાની તક મળે તેની રાહ જોઈ રહ્યા છે. સોલિ વુલ્ફ નામના આ યહૂદી આગેવાને કહ્યું હતું કે, ‘યુએઈના યહૂદીઓ પણ ઈઝરાયેલીઓને આવકારી ખુશ થશે જે ટૂંક સમયમાં યુએઈની મુલાકાત લેવાના છે.’ વુલ્ફે કહ્યું હતું કે, યુએઈમાં યહૂદીઓની સંખ્યા વધીને ૧પ૦૦ થઈ ગઈ છે. યુએઈ અને ઈઝરાયેલ વચ્ચે થયેલી સમજૂતી પર પ્રતિક્રિયા આપતા યહૂદી સમુદાયના આ પ્રવક્તાએ ખુલાસો કર્યો હતો કે, તેમને અમીરાતી અધિકારીઓ તરફથી પહેલાં જ આ સમજૂતીના સંકેતો મળી ગયા હતા. વુલ્ફે કહ્યું હતું કે, ‘બે મહિના પહેલાં એક શેખે મને જણાવ્યું હતું કે, ઓગસ્ટના મધ્ય ભાગ સુધી એક સારા સમાચાર સાંભળવા મળશે.’